Ahmedabad News : કળિયુગમાં હવે સંબંધોમાં હેવાનિયત આવી રહી છે. જ્યાં એક સમયે પતિ-પત્ની એકસાથે સંસારનું ગાડું ચલાવતા, ત્યાં હવે સંબંધોમાં વિકૃતિ આવી છે. ઘરના ચાર દિવાલો વચ્ચેના ઝઘડા હવે પોલીસ સ્ટેશન અને કોર્ટ રૂમ સુધી પહોંચી રહ્યાં છે. ત્યારે અમદાવાદની અભયમની ટીમ પાસે એક વિચિત્ર કિસ્સો આવ્યો હતો. શાહીબાગ વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ કરી કે તેનો પતિ તેને હેવાનની જેમ મારઝૂડ કરે છે. તે મને નગ્ન કરીને પટ્ટાથી ફટકારે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ 181 મહિલા હેલ્પલાઈન અભયમનો સંપર્ક કર્યો હતો. મહિલાએ ફરિયાદ કરી કે, તેનો પતિ તેને એટલી હદે ત્રાસ આપતો કે, તેને નગ્ન કરીને પટ્ટાથી ફટકારતો હતો. તે મારા ગુપ્ત ભાગમાં પણ પટ્ટાથી માર મારતો હતો. 


આ પણ વાંચો : 


પરીક્ષા વગર મળી PSI ની નોકરી, ગુજરાતમાં પેપરકાંડ કરતા પણ મોટા નોકરી કૌભાંડનો ખુલાસો


ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસે ગુજરાત પાસિંગની કારમાં મળ્યો મૃતદેહ, આખરે કોણ છે એ?


મહિલાએ અભયમને જણાવ્યું કે, મારો પતિ મારી સાથે રોજ મારઝૂડ કરે છે. હું તેની પાસેથી છૂટાછેડા માંગુ તો પણ આપતો નથી. લગન બાદથી જ તેણે મારી સાથે મારઝૂડ કરવાનું શરૂ કર્યુ હતું. હું છૂટાછેડાની વાત કરું તો મને બિભત્સ ગાળો ભાંડે છે અને માર મારે છે. મારા પતિ જ મારો ઘરનો ભાર સંભાળે છે. તેઓ ઘરવખરી આપે છે. છતાં મારો પતિ મને માનસિક ત્રાસ આપે છે. તેથી હું હવે તેની સાથે રહેવા માંગતી નથી. 


આ બાદ અભયમની ટીમે પતિ પત્નીનું કાઉન્સેલિંગ કરીને મહિલાને તેના સંબંધીના ઘરે મોકલી આપી હતી. સાથે જ પતિને આવું વર્તન કરવા સમજાવ્યો હતો. 


આ પણ વાંચો : 


વિકસિત ગુજરાતમાં ગરીબોને બે ટંક અનાજનાં પણ ફાંફા, ગુજરાતમાં વિકાસની સાથે ગરીબી વધી


6 ફૂટ લાંબો સળિયો શ્રમિકના શરીરના આરપાર નીકળ્યો, કટરથી કાપીને બચાવી લેવાયો જીવ