યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન ભારે પડ્યા, કહ્યું; ઈલેક્શન હોવાથી બંદુક જમા છે, નહીં તો...

અમદાવાદના નિકોલની યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન ભારે પડ્યા છે. યુવતી અગાઉ ઉત્તરપ્રદેશના આગ્રામાં આવેલી ઓબેરોય હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી તે સમયે પોતાની જ સાથે કામ કરતા ખાલીદ અલી ઉર્ફે આદીલઅલી સાથે મિત્રતા થઈ.
મૌલિક ધામેચા/અમદાવાદ: નિકોલની યુવતીને વિધર્મી યુવક સાથેના પ્રેમલગ્નનો કડવો અનુભવ થયો છે. UPની હોટલમાં નોકરી કરતા સમયે યુવતીને યુવક સાથે પ્રેમ થયો હતો. પરંતુ લગ્ન બાદ પતિએ હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી છોડાવી અવારનવાર પતિ ત્રાસ ગુજારતો હતો. આ સંદર્ભે પતિ સહિત સાસરિયા સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
અમદાવાદના નિકોલની યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન ભારે પડ્યા છે. યુવતી અગાઉ ઉત્તરપ્રદેશના આગ્રામાં આવેલી ઓબેરોય હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી તે સમયે પોતાની જ સાથે કામ કરતા ખાલીદ અલી ઉર્ફે આદીલઅલી સાથે મિત્રતા થઈ. અને આ મિત્રતા આગળ વધતા પ્રેમ પાંગર્યો અને વર્ષ 2014માં કોર્ટ મેરેજ કર્યા. પરંતુ લગ્નના થોડા સમય પછી યુવતીને પતિ આદીલખાને નોકરી છોડાવી દીધી અને સાસુ નસીમબેગમ દ્વારા તેને નમાઝ પઢવા અને કુરાન પઢવા બાબતે અવાર નવાર ટોણા મારી હેરાન કરાતી હતી.
એક દિવસ યુવતીએ પતિ આદીલખાનનો મોબાઈલ ચેક કરતા અનેક સ્ત્રીઓ સાથે સંબંધ ધરાવતો હોવાના ફોટો અને કોલ રેકોર્ડિંગ મળી આવ્યા હતા.જેથી યુવતી ગભરાઈ પોતાના ઘરે અમદાવાદમાં આવી ગઇ હતી. જે બાદ તેણે પતિને આ મામલે ફોન કરી પુછતા તેણે ધમકી આપી જણાવ્યું હતું કે હાલમાં ઉત્તરપ્રદેશમાં ઈલેક્શન છે એટલે મારી બંદુક પોલીસ સ્ટેશનમાં જમા છે, જે મારી બંદુક મારી પાસે પરત આવી જાય એટલે હું તને અને તારી માતાને જોઈ લઈશ.
યુવતીનો પતિ ખૂબ જ માથાભારે હોય અને અસામાજીક તત્વો સાથે સંબંધો ધરાવતો હોવાથી આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ આદીલખાન સહિત સાસુ અને નણંદ, જેઠ સામે ઘરેલુ હિંસા અને ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જોકે પોલીસ આરોપીની ધરપકડ કરવા પણ ટીમ રવાનાં કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube