અમદાવાદ : ગુજરાતમાં કોરોના કેસ ચૂંટણી પછી જે પ્રકારે વધી રહ્યા છે તે જોતા સરકાર દ્વારા 28 તારીખે પુર્ણ થઇ રહેલા રાત્રી કર્ફ્યૂંને વધારે 15 દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. સરકાર દ્વારા 15 માર્ચ સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત્ત રાખવા માટેનો આદેશ આપ્યો છે. હવે રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રીનાં 12 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત્ત રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ahmedabad: ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો, 15 માર્ચ સુધી યથાવત


ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂ અંગે રૂપાણી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 28 ફેબ્રુઆરી સુધી નાઇટ કર્ફ્યૂ લંબાવ્યો છે. રાત્રે 12 વાગ્યાથી માંડીને સવારે 6 વાગ્યા સુધી રાજ્યના ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ રહેશે. કોરોના મહામારીના પગલે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ બેકાબુ થયેલા કોરોનાને કાબુમાં લેવા માટે રાત્રી કર્ફ્યૂનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. જે લંબાતા લંબાતા 28 ફેબ્રુઆરી સુધી રખાયો હતો. 


100-200 ના પેટ્રોલ માટે રેલીમાં જતા હો તો સાવધાન! હાઇકોર્ટ કોરોના હોસ્પિટલમાં સેવા કરાવશે


જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એકવાર કોરોના બેકાબુ થઇ રહ્યો હોવાનું લાગતા સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂ ફરી એકવાર 15 દિવસ માટે વધારી દેવામાં આવ્યો છે. હવે 15 માર્ચ સુધી રાત્રીના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂં રહેશે. આ કર્ફ્યૂનૂ દરેક શહેરની પોલીસ દ્વારા કડક પણે પાલન કરાવવામાં આવશે. આ અંગેના ઔપચારિક આદેશ ગૃહવિભાગ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને મોકલી આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube