Ahmedabad News : અમદાવાદના રસ્તાઓ હવે સલામત રહ્યા નથી. અમદાવાદના રસ્તાઓ હવે રેસિંગ ટ્રેક જેવા બની ગયા છે. જ્યાં માલેતુજારોના સંતાનો રમરમાટ પોતાની ગાડીઓને હાંકે છે. ત્યારે અમદાવાદમાં રફ્તાર બાજોનો કહેર ચાલુ છે. શનિવારે ઢળતી સાંજે મેમનગરના સામ્રાજ્ય ટાવરથી સુખી પુરા ગામ સુધી કાર ચાલકનો આતંક જોવા મળ્યો હતો. એક કારચાલકે સ્પીડમાં ગાડી ચલાવીને લોકોને તથ્યકાંડની યાદ અપાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નશાની હાલતમાં એક કાર ચાલકે મેમનગરના સામ્રાજ્ય ટાવરથી સુખીપુરા ગામ સુધી અનેક વાહનોને અડફેટે લીધા હતા. સામ્રાજ્ય ટાવર પાસે એક કારને અડફેટે લીધા બાદ ભાગવા જતા સુખી પુરા ગામમાં ત્રણથી વધુ મોપેડને અડફેટે લીધા હતા. કાર ચાલકે રસ્તામાં પાર્ક કરેલા બાઇક મોપેડ અડફેટે લીધા બાદ વીજ કંપનીના ડીબી સાથે કાર ઠોકી હતી. 


ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશ વિદ્યાર્થીઓને માર મરાયો, નમાજ પઢવા મામલે કરાઈ


કાર ચાલકે 4 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. કાર ચાલકે એક બાઇક ચાલકને ઇજા પહોંચાડી હતી. જોકે, સુખીપુરા ગામમાં લોકોએ કાર ચાલકને ઝડપી મેથીપાક ચખાડતા તે કાર મૂકીને ભાગ્યો હતો. આમ, આ બાદ ડિવિઝન પોલીસે અકસ્માતની હારમાળા સર્જનાર કારને કબ્જે લીધી હતી. 


 


હોળી પહેલા અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી : કરા સાથે આવશે વરસાદ