ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને વિધાનસભા વિરોધપક્ષના પુર્વ વિપક્ષના નેતા અર્જુન મોઢવાડીયાએ ઓનલાઇન શિક્ષણ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો પત્રમાં મોઢવાડીએ ઉલ્લેખ કર્યો કે, સમગ્ર ગુજરાતમાં 7 જુનથી નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. જો કે કોરોના મહામારીના કારણે શાળા-કોલેજો બંધ છે. એટલે વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણ આપી શકાય તે માટે કોમ્પ્યુટર-મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોઢવાડીયાએ વધુ માં ઉમેર્યું કે, દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આ ઓનલાઈન શિક્ષણના ક્લાસમાં વિદ્યાર્થીઓની વય, વય સાથે જોડાયેલ એકાગ્રતા કે ગ્રહણ ક્ષમતાને ધ્યાને લીધા વગર ૨ વર્ષના બાળકથી શરૂ કરીને પી.એચ.ડી સુધીના અભ્યાસક્રમ એક સમાન સમય સુધી ઓનલાઈન ભણાવવામાં આવે છે. 


કે.જી. થી ધોરણ ૫-૬ સુધીના બાળકોને હસતાં-રમતાં ભણાવવા જોઈએ એમ આપણા શિક્ષણશાસ્ત્રીઓ અને બાળ-માનસશાસ્ત્રીઓએ કહેલું છે. પરંતુ કે.જી. અને પ્રાથમિક શાળાના બાળકોને પણ 'ક્લાસ લેક્ચર' પદ્ધતિથી જ ઓનલાઈન ભણાવાય તો ભણાવવાના લાભ કરતા બાળ માનસને નુકશાન વધુ થાય છે. તેનાથી નાના બાળકોમાં મોબાઇલ ફોન અને લેપટોપ નું એડીકશન બાળકોને આંતરમુખી અને ચિડીયા બનાવવાનો ભય રહેલો છે.


સરવાળે ભણવા તરફ સખત અણગમો ઉભો થવાની શક્યતા રહેલી છે. અર્જુન મોઢવાડીએ શિક્ષણ મંત્રી પાસે માંગ કરી  કે કે.જી. એટલે પૂર્વ પ્રાથમિક માં ઓનલાઇન શિક્ષણ ને સંપુર્ણ બંધ કરીને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવા વિનંતિ છે. ધોરણ ૧ થી ૬ નાં બાળકોને ત્રણ કલાકથી વધુ ઓનલાઈન ભણાવવું જોઈએ નહીં. આ બાબતે નિષ્ણાંતોની સલાહ લઈને ઓનલાઈન શિક્ષણની પદ્ધતિ અને વર્ગ પ્રમાણે ભણતરના કલાકો નક્કી કરવા જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube