મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે બાપુનગરમાં ખુલ્લી તલવારો સાથે પરિવાર પર હુમલો કરીને મકાન અને વાહનમાં આગચંપી કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. તલવારો સાથે હુમલાખોરોનો વીડિયો વાયરલ થતા પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સી.આર. પાટીલની મહત્વપૂર્ણ જાહેરાત, આ જાણીતા નેતાને સોંપાઈ સૌથી મોટી જવાબદારી


બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે અસામાજિક તત્વો ખુલ્લી તલવાર વડે ચાલીના એક મકાનમાં હુમલો કર્યો હતો. હુમલામાં ઘર અને વાહનને આગચંપી કરી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે હુમલાખોરોનો જાહેર રસ્તામાં તલવારો લઈ રોફ જમાવી રહ્યા છે અને દાદાગીરી કરી રહ્યા છે.


અંબાલાલે કરી તારીખ સાથે ભયંકર આગાહી, મહાશિવરાત્રી બાદ આ વિસ્તારોનું આવી બનશે!


આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બાદ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે 2 યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં તલવાર દ્વારા જાહેરમાં સ્ટંટ કરી વિડ્યો બનાવવા બદલ ફરિયાદ નોંધાઈ છે.


રાજકોટમાં નિર્માણાધીન AIMSની મુલાકાતે મનસુખ માંડવીયા, જાણો PM ક્યારે કરશે લોકાર્પણ?


મહત્વનું છે કે, રાજ્યમાં અનેક વખત લુખ્ખા તત્વો ખુલ્લેઆમ રસ્તા પર તલવાર લઈને ફરી રહ્યા છે, છતા પણ પોલીસ આંખઆડા કાન કરી રહી છે. આખરે પોલીસે આ મામલે ક્યારે કાર્યવાહી કરશે, આવા અસામાજિક તત્વોને ક્યારે ભણાવાશે કાયદાના પાઠ? ખુલ્લી તલવાર સાથે જાહેરમાં કેમ મચાવે આવી રીતે આતંક? આવા તત્વોને ખાખીનો કોઈ ડર નથી રહ્યો? આવા તત્વોને પાઠ ભણાવવામાં શું પોલીસને ડર લાગે છે? ક્યાં સુધી આવા તત્વો જાહેરમાં આતંક મચાવી લોકોને હેરાન કરશે? ક્યારે આવા તત્વો સામે પોલીસ પગલા લેશે તે એક મોટો સવાલ છે. આ સમાગ્ર મામલે બાપુનગર પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે.