અમદાવાદ : કોરોના મહામારી દરમિયાન જે બાળકોએ માતા પિતા બંન્ને ગુમાવ્યા હોય તેવા બાળકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સરકાર જાહેર કરી છે. કોરોના કાળ શરૂ થયાથી લઇને પુરો થાય ત્યાં સુધી આ સહાય મળવા પાત્ર છે. રાજ્ય સરકારે અનાથ બાળકો માટે બાલ સેવા યોજના કરી છે. જે મુજબ બાળકોને દરમહિને 4 હજારનું અને તે બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી 6 હજારની દર મહિને સહાયની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આ સહાય મેળવવા માટે કોરોનાને કાણે મૃત્યુ પામ્યા હોવાનું કારણ કોઇ અધિકારીક સર્ટિફિકેટ જરૂરી નથી. ડેથ સર્ટિફિકેટમાં પણ કોરોનાથી મૃત્યું થયું હોવાનું લખાણ જરૂરી નથી. કોરોનાકાળમાં અનાથ બનેલા બાળકોનાં માતા પિતા મોર્બિડ હોય તો આ તમામ કિસ્સામાં સહાય મળવા પાત્ર છે. 


મુખ્યમંત્રીએ જાહેર કરેલી યોજનામાં કોરોનાથી નિરાધાર થયેલા બાળકોને માસિક રોકડ સહાય ચુકવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમને તમામ સરકારી યોજનાઓ અને તમામ સરકારી બાબતોમાં પ્રાધાન્ય આપવાની પણ વાત કરી હતી. આ ઉપરાંત બાળક વિદેશ ભણવા જવા ઇચ્છતો હોય તો પણ સરકાર મદદ કરવાની બાંહેધરી આપી હતી. 


આ ઉપરાંત મોદી સરકારે પણ દેશમાં કોરોનાને કારણે નિરાધાર થયેલા બાળકોને ભણવાનો ખર્ચ પીએમ કેર ફંડમાંથી અપાશે. 18 વર્ષથી વધારીને ઉંમર સુધી દર મહિને આર્થિક મદદ કરાશે. આ ઉપરાંત બાળકની ઉંમર 23 વર્ષ થાય ત્યાં સુધી 10 લાખની સહાય પણ અપાશે તેવી જાહેરાત કરાઇ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube