અમદાવાદ: લવ મેરેજ કર્યા બાદ પરણિતાએ કર્યો આપઘાત, પિયર પક્ષે કર્યો દહેજનો આરોપ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક પરિણિતાને દહેજને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિણીતાના અપમૃત્યુ કેસને લઈ પરિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હંગામો પણ કર્યો અને પોતાની દીકરીએ આત્મહત્યા નહિ પરંતુ સાસરિયા પક્ષ દ્વારા તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક પરિણિતાને દહેજને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિણીતાના અપમૃત્યુ કેસને લઈ પરિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હંગામો પણ કર્યો અને પોતાની દીકરીએ આત્મહત્યા નહિ પરંતુ સાસરિયા પક્ષ દ્વારા તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
પોલીસે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધતા પરિવારે મૃતદેહ સ્વીકારવા તૈયારી બતાવી હતી. ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ પહેલાં ભાવના અને હિતેશનાં લગ્ન થયા હતા. યુવતી પહેલાથી ડાઇવોર્સી હતી, જે પછી તેનાં આ યુવક સાથે પ્રેમ થયો અને ત્યારબાદ બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. હિતેશ રાવળ પોતે સાણંદમાં તલાટી તરીકે નોકરી કરે છે. લગ્ન બાદ થોડા સમય સુધી તો બધુ ઠીક હતુ પણ ત્યારબાદ ભાવનાને તેનો પતિ હિતેશ અને તેનાં સાસરિયાઓ દહેજનાં નામે ત્રાસ આપવા લાગ્યા હતા.
ગુજરાત ATSએ માંડવી પાસેથી 1 કરોડના બ્રાઉન સુગર સાથે બે શખ્સની કરી ધરપકડ
લગ્નના દોઢ વર્ષ બાદ ભાવના તરફથી પિયર ફોન કરવામાં આવતો હતો. અને અવારનવાર પોતે દહેજ માટે પતિ દ્વારા પ્રતાડિત કરવામાં આવતી હતી. એટલું જ નહીં પણ પરિવારજનોનો એવો પણ આક્ષેપ છે કે, યુવતીનું થોડા દિવસ પહેલાં અકસ્માત થયો હતો, તેનાં પગમાં ફ્રેક્ચર હતુ. તો યુવતી આટલી ઊંચાઇએ જઇને ગળે ફાંસો ખાઇ શકે એ વાત ગળે ઉતરતી નથી.
અક્ષરધામ પર હુમલો કરનાર આરોપીનો ખુલાસો, તેનો ભાઇ પણ હતો આતંકી
LIVE TV :
ભાવનાએ ફાંસો ખાધો તો પોલિસને જાણ કર્યા સિવાય ભાવનાનાં પતિ હિતેશે તેની બોડી ઉતારીને હોસ્પીટલ લઇ ગયો હતો. ઘણી બધી બાબતો છે જેને લઇને યુવતીનાં પરિવારજનો શંકા ઉપજાવી રહ્યા છે. જેને લઈ હાલ ચાંદખેડા પોલીસે પણ ફરિયાદ નોંધી પરિવારને મૃતદેહ સ્વીકારી લેવા હૈયા ધારણા આપતા મામલો થાળે પડ્યો હતો.