પાટીદારોનું સપનુ આજે સાકાર થશે, 1500 કરોડના ખર્ચે બનનાર ઉમિયાધામનો આજે પાયો નંખાશે
આજે અમદાવાદમાં ભવ્ય ઉમિયાધામ (umiyadham) નું આજે શિલાન્યાસ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નિર્માણ પામનારા ઉમિયાધામનું શિલાન્યાસ કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહિતના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે. શિલાન્યાસ કાર્યક્રમમાં પાટીદાર (patidar) સમાજના અગ્રણી સી.કે.પટેલ, મણિભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. 1,500 કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ ઉમિયા ધામનું નિર્માણ કરાશે. આ સાથે અમિત શાહ અમદાવાદ શહેરને 275.78 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. 66 કરોડના ખર્ચૈ તૈયાર થનાર સીમ્સ હોસ્પિટલથી હેબતપુર વચ્ચેના ફલાયઓવરનું લોકાર્પણ કરશે.
અતુલ તિવારી/અમદાવાદ :આજે અમદાવાદમાં ભવ્ય ઉમિયાધામ (umiyadham) નું આજે શિલાન્યાસ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં નિર્માણ પામનારા ઉમિયાધામનું શિલાન્યાસ કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહિતના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે. શિલાન્યાસ કાર્યક્રમમાં પાટીદાર (patidar) સમાજના અગ્રણી સી.કે.પટેલ, મણિભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. 1,500 કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ ઉમિયા ધામનું નિર્માણ કરાશે. આ સાથે અમિત શાહ અમદાવાદ શહેરને 275.78 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. 66 કરોડના ખર્ચૈ તૈયાર થનાર સીમ્સ હોસ્પિટલથી હેબતપુર વચ્ચેના ફલાયઓવરનું લોકાર્પણ કરશે.
આજથી અમદાવાદના સોલામાં આકાર લઈ રહેલા ઉમિયાધામ મંદિરના ભવ્ય શિલાન્યાસ મહોત્સવનો આરંભ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હસ્તે શિલાન્યાસ મહોત્સવનો આરંભ કરાશે. શ્રી ઉમિયા માતાજીના મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. તો ઉમિયાધામના ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવમાં તમામ પાટીદાર અગ્રણીઓની હાજરી રહેશે. રૂપિયા 1500 કરોડના ખર્ચે ઉમિયાધામ મંદિર તૈયાર થઈ રહ્યું છે. આજે શિલાન્યાસ, ત્યારબાદ 12 ડિસેમ્બરે નવચંડી અને 13 ડિસેમ્બરે શિલાપૂજન કરાશે.
આ પણ વાંચો : દારૂના નશામાં મહિલાએ પોતાની જ જિંદગીનો દાવ કર્યો, ટ્રેન નીચે કપાયા એક હાથ અને પગ
સમગ્ર પાટીદાર સમાજના યુવક-યુવતીઓને અભ્યાસ માટે વ્યવસ્થા મળી રહે તેમજ સમાજ એક તાંતણે બંધાય એ હેતુથી આ ઉમિયાધામ આકાર લઈ રહ્યું છે. અહીં નિર્માણ થઈ રહેલી 13 માળ ઊંચી બિલ્ડિંગમાં 400 રૂમ, જેમાં 1200 જેટલા યુવક-યુવતીઓ રહી શકે એવી વ્યવસ્થા હશે.
મંદિરની ખાસિયત
- નાગરાદી શૈલીમાં મંદિરની આકર્ષક કોતરણીયુક્ત રચના થશે
- મંદિરની લંબાઈ 255 ફૂટ × 160 ફૂટ પહોળાઈ રહેશે
- ભૂમિ સ્તરથી મંદિરના શિખર સુધીની ઊંચાઈ 132 ફૂટ થશે
- મંદિરમાં કોતરણીથી ભરપૂર કુલ 92 સ્તંભ કલાત્મક મૂર્તિઓથી શોભશે
શિલાન્યાસ મહોત્સવ ઉદ્ઘાટન સમારંભ 10 વાગ્યે શરૂ થશે. તે પહેલા સવારે 9 કલાકે પોથીયાત્રા નીકળશે, જેમાં 51 કરોડ શ્રી ઉમિયા શરણમ મમ મંત્રના લેખની પોથીયાત્રા ભાગવત વિદ્યાપીઠથી સોલા શ્રી ઉમિયધામ કેમ્પસ સુધી યોજાશે. 12 ડિસેમ્બરના સવારે નવચંડી મહયજ્ઞ થશે. જેમાં 101 પાટલા યજમાન સાથે 9 કલાકે પ્રારંભ થશે, સાંજે 4.30 કલાકે પૂર્ણાહુતિ થશે. 13 ડિસેમ્બરના શીલાપુજન કાર્યક્રમ યોજાશે, 501 શીલાપુજન યજમાન સાથે 9.30 કલાકે પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી, પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ મંડવીયા તેમજ પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, પાટીદાર સંસ્થાના આગેવાનો, ધર્મચાર્ય, સંતો ઉપસ્થિત રહેશે.