Ahmedabad News અમદાવાદ : અમદાવાદીઓ સ્વાદના શોખીન કહેવાય છે. તેમાં પણ શનિવાર અને રવિવારે તો બહાર જ ખાવાનું એવો ટ્રેન્ડ હવે શહેરમાં જોવા મળી રહ્યો છે. લોકો મજા લઈને વિવિધ ખાણીપીણી માણતા હોય છે. પરંતુ ક્યાંક અમદાવાદીઓને સ્વાદનો ચટાકો ક્યાંક ભારે ન પડી જાય. અમદાવાદના ફેમસ આલ્ફા વન મોલમાં આવેલ ફેમસ કેએફસી રેસ્ટોન્ટના પીવાના પાણીમાં બેક્ટેરીયા મળી આવ્યા છે. પાણીનું સેમ્પલ અનફીટ આવતાં ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે KFC રેસ્ટોરાંને સીલ મારવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના એએમસી હેલ્થ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. આલ્ફાવન મોલમાં આવેલા કેએફસી ફાસ્ટફુડ યુનિટને સીલ કરવામાં આવ્યુ છે. કેએફસીમાંથી લેવાયેલા પાણીના નમૂના અનફીટ જણાતા યુનિટ સીલ કરાયુ છે. કેએફસીના પીવાના પાણીમાંથી કોલીફોર્મ અને ઇકોલાઇ નામના બેક્ટેરીયાનુ પ્રમાણ વધારે મળી આવ્યુ હતું. જેથી ઉત્તર પશ્ચિમ ઝોન હેલ્થ વિભાગે કાર્યવાહી કરી રેસ્ટોરન્ટને સીલ માર્યું છે. 


છાશવારે મુંબઈ ઉપડી જતા ગુજરાતીઓ માટે મોદી સરકારની નવી ભેટ, ગડકરીએ કરી જાહેરાત


દરોડા પર KFC નો પ્રતિભાવ
આ દરોડા અંગે KFC દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરાયું હતું કે, કેએફસી ઈન્ડિયા ખાતે, અમે ગુણવત્તાના ધોરણો અને પ્રક્રિયાઓનું કડકતાથી પાલન કરીયે છીએ. જેથી ખાતરી કરી શકાય કે, અમારા દરેક રેસ્ટોરન્ટ ખાતે પુરી પાડવામાં આવતી વસ્તુઓ વપરાશ માટે સુરક્ષીત છે. અમારા ફ્રેન્ચાઈઝી પાર્ટનર્સની ટીમો સંબંધિત સત્તાવાળાઓને આ બાબતના નિરાકરણ માટે સહકાર આપી રહી છે. અમે અમારા ગ્રાહકોને ખાતરી આપવા ઈચ્છીએ છે કે અમે ખાદ્ય પદાર્થેોમાં ગુણવત્તાના ઉચ્ચ ધોરણોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા દરેક રેસ્ટોરન્ટ ખાતે ખાદ્ય સામગ્રી તૈયાર કરવા માટે વપરાતું પાણી ફરજીયાત પણે રીવર્સ ઓસમોસીસ (આરઓ), ત્યારબાદ યુવી લાઈટમાંથી ગાળીને ઉપયોગ કરવામાં આવે છે. આરઓ પાણીને IS10500:2012 ધોરણો અનુસાર બે વખત તપાસ કરવામાં આવે છે, અને અમારા રેસ્ટોરન્ટ્સના પાણીના નમુનાને નિયત સમયે NABL માન્યતા પ્રાપ્ત લેબ્સમાં તપાસ કરાવવામાં આવે છે.


ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં આરોગ્ય વિભાગ ખાદ્ય ચીજવસ્તુઓને લઈને એક્ટિવ બન્યુ છે. છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાંથી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ પકડાઈ રહી છે. ખાણીપણીની વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વેચાઈ રહી છે. આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવ્યું કે, રેસ્ટોરન્ટ્સ અને હોટલમાં ગંદકી અને ખરાબ પાણી હોય છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે દરોડા પાડીને કાર્યવાહી કરી રહી છે. વિવિધ રેસ્ટોરન્ટના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. 


ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાતમાં પનીર, ચીઝના સેમ્પલ પણ ફેલ નીકળ્યા છે. 


ગુજરાત તરફ આવી રહ્યું મોટું ચક્રવાત, આ શહેરોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે