અમદાવાદમાં નવા બ્રિજથી આ વિસ્તારના લોકોને થશે મોટી રાહત : 6 થી 8 કિલોમીટરનું અંતર ઘટી જશે
Ahmedabad New Bridge : એએમસીની મોટી જાહેરાત, સાબરમતી રીવરન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અચેર થી કેમ્પ સદર બજાર વચ્ચે બેરેજ કમ બ્રિજ બનશે
Ahmedabad News અમદાવાદ : નવા વર્ષે અમદાવાદીઓની ટ્રાફિક સમસ્યા દૂર થવા જવાની છે. અમદાવાદીઓને નવા વર્ષે નવી ભેટ મળવાની છે. કારણ કે, એએમસી દ્વારા સાબરમતી નદી પર નવા બ્રિજની જાહેરાત કરવામાં આવી છે. 326 કરોડના ખર્ચે સાબરમતી નદી પર નવો બ્રિજ બનશે. અચેરથી કેમ્પ સદર જોડતો સાબરમતી નદી પર 6 લેનનનો આ બ્રિજ બનશે. જે એરપોર્ટથી સીધા ચાંદખેડા પહોંચાડશે. આમ, રાણીપ જનારાને 6 થી 8 કિલોમીટરનો ફેરો ફરવો નહિ પડે. આ આઈકોનિક બ્રિજની પહોળાઈ 21 મીટર, રિવરફ્રન્ટ સહિતના રોડ પર જવા એપ્રોચ બ્રિજ પણ બનાવાશે.
આ બ્રિજ અમદાવાદની નવી ઓળખ બનશે
અમદાવાદમાં વધુ એક બ્રિજ તૈયાર કરવામાં આવશે. સાબરમતી નદી પર રબર બેરેજ કમ બ્રિજની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આધુનિક ડિઝાઈન ધરાવતો આ બ્રિજ તૈયાર કરવાને લઈ વાહન વ્યવહારને માટે મોટી રાહત સર્જાવા સાથે સાબરમતી નદીમાં પાણીનો જથ્થો પણ રોકી શકાશે. બ્રિજ ખૂબ જ મહત્વની યોજનારુપ સાબિત થશે. નવીન બ્રિજ એક અલગ જ ઓળખ ઉભી કરશે. આ બ્રિજ રીવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવશે.
હાર્ટ એટેકથી ગુજરાતમાં 24 કલાકમાં 7 મોત : તમામ લોકો ચાલુ કામ કરતા ઢળી પડ્યા હતા
વાહનચાલકોનું 8 કિમીનું અંતર ઓછું થઈ જશે
એએમસી (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRFDL) દ્વારા 326 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવનાર છે. જેનાથી શાહીબાગ વિસ્તારમાં કેન્ટોનમેન્ટથી આગળ કેમ્પ સદર બજારથી અચેર ડેપોને જોડતા આઈકોનિક બ્રિજને પરિણામે ટ્રાફિકની સમસ્યા હળવી થશે. સાથે જ એરપોર્ટ, હાંસોલ અને શાહીબાગથી સીધા ચાંદખેડા, રાણીપ, સાબરમતી તરફ જનારા વાહનચાલકોને લગભગ 6 થી 8 કિલોમીટરનું અંતર ઓછું થઈ જશે. આ બ્રિજની ખાસિયત એ છે કે તે 6 લેન બનાવાશે. નદી પરના મુખ્ય બ્રિજને રિવફ્રન્ટના રોડ અને બંને બાજુના હયાત રોડ પર જવા માટે બંને બાજુ એપ્રોચ બ્રિજ બનાવાશે. આ આઈકોનિક બ્રિજનો મુખ્ય સ્પાન 126.00 મીની લોખંડની કમાનનો તથા બંને બાજુના 42.00 મી સ્પાન સસ્પેન્ડેડ આર્ચ પ્રકારના તથા બાકીના સ્પાન આરસીસી પ્રિસ્ટ્રેસના ગર્ડર પ્રકારના હશે.
ગરબા રમતા બિલ્ડરને આવ્યો હાર્ટએટેક, પ્રસંગમાં આવેલા મહેમાનમાં મોબાઈલમાં કેદ થયું મોત
ક્યા બનશે આ બ્રિજ
સાબરમતી રીવરન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અચેર થી કેમ્પ સદર બજાર વચ્ચે બેરેજ કમ બ્રિજ બનશે. સાબરમતી નદી પર વાહનોની અવરજવર માટેનો એક અલગ જ પ્રકારની ડિઝાઈનનો આ બ્રિજ તૈયાર કરવામાં આવશે. જે અમદાવાદની એક આગવી ઓળખ ઊભી કરશે. ગુજરાતમાં નદીના પાણીને રોકી શકાય તે માટે એક પણ રબરથી સંચાલિત બેરેજ બનાવવામાં આવ્યો નથી. આ ઓવરબ્રિજની નીચે રબર બ્રિજથી પાણી રોકીને સ્ટોર કરી શકાશે. જરૂરિયાતના સમયે આ રબર સામાન્ય સ્થિતિમાં આવી જતા નદીના લેવલે આવી જશે. જેથી પૂરના સમયે અથવા વહેતા પાણીમાં અવરોધ રૂપ પણ બનશે નહીં.
બ્રિજની ખાસિયત
બેરેજ ક્મ બ્રિજની વિશેષતા રબર બેરેજનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ Automatic control system આધારીત છે. જેનાથી તેને ડીફલેક્ટ કરવાથી નદીના વહેતા પૂરને અવરોધરૂપ ન થાય, તે હેતુથી વૈકલ્પિક દરખાસ્તોનો અભ્યાસ કરી તર્ક વિતર્ક તેમજ સાનુકૂળ પરિસ્થતીને આધીન Automatic control system આધારીત Air filled Rubber Barrage બનાવવામાં આવનાર છે.
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી : વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે આ જિલ્લાઓમાં આવશે વરસાદ