Ahmedabad News : ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર વિકાસને રાજ્યના ખૂણે-ખૂણે લઈ જવા માટે સતત કાર્યરત છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન પણ આમાં રાજ્ય સરકારને સંપૂર્ણ મદદ કરી રહ્યું છે. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્રણ નવા પ્રોજેક્ટ લઈને આવ્યં છે. જેમાં વર્કિંગ વુમનને ખાસ ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ફૂડ કોર્ટ બનાવવામાં આવશે અને એસજી હાઈવે પર વર્કિંગ વુમન માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. તેમજ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભવ્ય ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રહલાદનગર વિસ્તારમાં ફૂડ કોર્ડ બનાવાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રહલાદનગર ગાર્ડન 4 થી ઓનેસ્ટ રેસ્ટોરન્ટ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં ફૂડ કોર્ડ પ્લાઝા બનાવવાની યોજના બનાવવામાં આવી છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 6.46 કરોડ આવશે. દક્ષિણથી પશ્ચિમ વિસ્તારના સરખેડ વોર્ડમાં એસજી હાઈવેના રોડ પર 28 જેટલા ફૂડ સ્ટોલ હશે. તેમાં ડાઇનિંગ એરિયા, ટોઇલેટ બ્લોક, વેસ્ટ ફૂડ કમ્પોસ્ટર મશીન, ડ્રાય ડસ્ટબિન, વેટ ડસ્ટબિન અને પાર્કિંગ જેવી સુવિધાઓ હશે.


ગુજરાતી યુવકના પ્રેમમાં પડી ફિલીપાઈન્સની યુવતી! લગ્ન માટે સાત સમુંદર પાર આવી પહોંચી


મહિલાઓ માટે ખાસ હોસ્ટેલ 
એસજી સિટીમાં એસજી હાઇવે પર વર્કિંગ વુમન માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. 8.83 કરોડના ખર્ચે હાઈવે નજીક આ હોસ્ટેલ બનાવવામાં આવશે. ટ્વીન શેરિંગ રૂમ ઉપરાંત, આ હોસ્ટેલમાં બે માળ પર લાઉન્જ એરિયા પણ હશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે માળ તૈયાર કરવામાં આવશે. આ છાત્રાલયમાં લિફ્ટ, પાર્કિંગ સહિત અન્ય ઘણી સુવિધાઓ આપવામાં આવશે. લાઉન્જ એરિયા સિવાય વેઇટિંગ રૂમ, કિચન એરિયા, ડાઇનિંગ એરિયા અને રિક્રિએશન રૂમની સુવિધા હશે. આ માટે કોન્ટ્રાક્ટર શ્રીજી કન્સ્ટ્રક્શન દ્વારા કામ કરાવવાની દરખાસ્ત રોડ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે.


અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક
ફલાવર શોની સફળતા બાદ હવે અમદાવાદને નવી ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદમાં એક એવુ ગાર્ડન આકાર પામી રહ્યું છે, જેમાં કાયમી અનોખા પ્રકારના ફુલછોડ જોવા મળશે. અમદાવાદના SG હાઈવે ઉપર ગોતા વિસ્તારમાં 80  ખર્ચથી લોટસ પાર્ક બનાવાશે. આ ગાર્ડન યુનિક પ્રકારનો રહેશે. જે કમળના આકારમાં બનાવવામાં આવનાર છે. તેની ખાસિયત એ છે કે, દેશના તમામ રાજ્યોના ખાસ ફુલો અહી એક જ જગ્યાએ જોવા મળશે. આ લોટસ ગાર્ડન અનેક ખાસિયતોથી ભરપૂર રહેશે. થોડા સમય પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં લોટસ પાર્કનો પ્રોજેક્ટ મૂકાયો હતો. ગોતા વોર્ડમાં એસ.જી.હાઈવે ખાતે દેવસીટી પાસે ટી.પી.સ્કીમ.-૨૯ના ફાઈનલ પ્લોટ-૪ ખાતે લોટસપાર્ક ડેવલપ કરવાનુ આયોજન આ વર્ષના બજેટમાં કરવામાં આવ્યુ હતું. ત્યારે હવે આ પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયા ફાળવાયા છે. 


વાવમાં જીત એ વટનો સવાલ, કોના કાર્યાલય પર ફૂટશે ફટાકડા? કોણ પહોંચશે ગાંધીનગર?