Uttarayan 2023 આશ્કા જાની/અમદાવાદ : ઉતરાયણના તહેવારની મજા અલગ જ હોય છે. પોળની અગાશી પરથી અમદાવાદનું આકાશ અલગ-અલગ રંગોથી ઊભરી આવે છે. અમદાવાદની પોળની ઉતરાયણ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. પતંગ રસિયાઓ તો બે દિવસના પર્વ એટલે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વે અગાશી ભાડે રાખે છે. ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ વર્ષે અમદાવાદની પોળની અગાશીઓ વધુ મોંઘી થઈ ગઈ છે. અગાશી ભાડે આપવાના ભાવમાં લગભગ 5 હજાર જેટલો વધારો કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદના પોળ વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. અમદાવાદના પોળો ગુજરાતની એકમાત્ર એવી પોળો છે, જ્યાં અગાશી ભાડે આપવામાં અને લેવામા આવે છે. પોળના ધાબા ઉત્તરાયણના બે દિવસના પર્વ માટે પતંગ રસિયાઓ દ્વારા ભાડે લેવામાં આવતા હોય છે અને ઉત્તરાયણનો આનંદ ઉઠાવતા હોય છે. ત્યારે આ વર્ષે ખાડિયામાં ધાબા ભાડે આપવા માટે એડવાન્સમાં બુકિંગ થઈ ગયું છે, પરંતું અગાશીના ભાડાનો ભાવ વધી ગયો છે. પતંગ રસિયાઓ પોળનું ધાબું ભાડે રાખવા માટે 20 થી 25 હજાર રૂપિયા આપી રહ્યાં છે.


આ પણ વાંચો : 


જેલમાંથી છુટતા વિપુલ ચૌધરીના સૂર બદલાયા, Amulના પૂર્વ એમડી આરએસ સોઢીને અંગ્રેજ કહ્યા


મહીસાગરના હોદ્દેદારોને કમલમનું તેડું, પક્ષ વિરોધી કામ કરનારામાં 22 નેતાના નામ


જોકે, કોરોનાકાળ બાદ માંડ આ વર્ષે લોકોમાં ઉત્સાહ છે. ત્યારે બે દિવસ માટે પતંગ રસિયાઓ 20 થી 25 હજાર રૂપિયા ચૂકવવા માટે તૈયાર છે. આ ઉપરાંત જમવા માટે ખીચડો ઊંધિયું પૂરી જલેબી અને પીવાના પાણીની તેમજ આરામ કરવા માટે રૂમની વ્યવસ્થાના વધારાના ચાર્જ લેવામાં આવે છે. આ પહેલા ધાબા નું ભાડું 15 થી 20 હજાર રૂપિયા હતું જે આ વર્ષે વધારી અંદાજે 25,000 રૂપિયા કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં હોલિવુડ સ્ટાઈલથી ચોરી, ચાલતી ટ્રકમાં તસ્કરોએ 1 કરોડની ચોરીને અંજામ આપ્યો