સેન્ટ્રલ જેલમાંથી બહાર આવતા જ આરોપીએ કરી હત્યા, પોલીસે હત્યારાઓની કરી ધરપકડ
અમદાવાદના વટવા વિસ્તારમાં તાજેતરમાં યુવકની અંગત અદાવતમાં કરવામાં આવેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. વટવા પોલીસે મોહસીન મેમણ નામના યુવકની હત્યા કેસમાં સંડોવાયેલા છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જો કે હત્યામાં વપરાયેલ હથિયારો કબજે કરી અન્ય ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના વટવા વિસ્તારમાં તાજેતરમાં યુવકની અંગત અદાવતમાં કરવામાં આવેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. વટવા પોલીસે મોહસીન મેમણ નામના યુવકની હત્યા કેસમાં સંડોવાયેલા છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જો કે હત્યામાં વપરાયેલ હથિયારો કબજે કરી અન્ય ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો:- કોરોના ટેસ્ટની પરમિશન અંગે HCની ટકોર, ખાનગી હોસ્પિટલો નફાખોરી ન કરે, ઉપરવાળો બધું જ જુએ છે....
[[{"fid":"266037","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(મૃતક - મોહસીન મેમણ)
આ ચારેય આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ છે. એટલું જ નહીં, પોલીસ ગિરફતમાં ઉભેલ મકબુલ પઠાણ અગાઉ એલિસબ્રિજ ડોક્ટર અપહરણ કેસમાં પણ સંડોવાયેલો છે અને મોહસીન મેમણની હત્યા કરવામાં બંને સગા ભાઈઓ પણ સંડોવાયેલા હતા. માનવામાં આવી રહ્યું છે કે આરોપી મકબુલ, તબરેજ અસલમ ઉર્ફે મામા અને ડ્રાઇવર શાનુખાન ને મૃતકના ભાઈ સાથે અંગત અદાવત હતી અને તેને જ પગલે તેની હત્યા કરી વેજલપુર વિસ્તારમાં ભાગી ગયા હતા.
આ પણ વાંચો:- અમદાવાદના નહેરૂબ્રિજ પાસે એક બિલ્ડિંગમાં આગ, એકનું મોત
[[{"fid":"266038","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
(ગુનામાં વપરાયેલી કાર)
જોકે આ બનાવ વખતે નજરે નજરે જોનારાઓ તો એપણ કબૂલ્યું હતું કે મકબુલ તાજેતરમાં જ જેલમાંથી બહાર આવ્યો અને મોહસીની હત્યા કરવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. મૃતક અને તેના ભાઈઓ દૂધની દુકાન ચલાવતા હતા અને અગાઉ આરોપીઓ ની બાતમી પોલીસને આપી હોવા ની અદાવત રાખી હત્યા કરવામાં આવી હોઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube