મધરાત્રીએ યુવકને 15 થી વધુ છરીના ઘા ઝીંકી હત્યારાઓએ કર્યા મેલડી માતાના દર્શન, હત્યા પાછળ હતું આ કારણ
શહેરમાં મિત્રોએ જ એકાદ વર્ષ પહેલા થયેલી બબાલનો બદલો યુવકની હત્યા (Murder) કરીને લીધો. અસલાલીમાં આવેલી એક કેનાલમાં (Canal) ઉતરીને યુવકનું ગળુ કાપી હત્યારાઓએ મેલડી માતાના દર્શન કર્યા હતા
મૌલિક ધામેચા/ અમદાવાદ: શહેરમાં મિત્રોએ જ એકાદ વર્ષ પહેલા થયેલી બબાલનો બદલો યુવકની હત્યા (Murder) કરીને લીધો. અસલાલીમાં આવેલી એક કેનાલમાં (Canal) ઉતરીને યુવકનું ગળુ કાપી હત્યારાઓએ મેલડી માતાના દર્શન કર્યા હતા. જુની બબાલ યાદ આવતા પાડોશીએ યુવકનું કાળશ કાઢી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક કોણ હતો તેનો ભેદ પણ પોલીસે (Aslali Police) ટેટુના આધારે ઉકેલ્યો છે.
અસલાલી (Aslali) ખાતે આવેલી એક ખારીકટ કેનાલમાંથી તાજેતરમાં જ લોહીથી લથપથ હાલતમાં યુવકની લાશ (Dead Body) મળી આવી હતી. જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં સમગ્ર હત્યાકાંડનો (Massacre) ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. મધરાત્રીએ હત્યારાઓ ખારીકટ કેનાલમાં (Kharikat Canal) ઉતરીને યુવકને છરીના 15 થી વધુ ઘા ઝીંકી દીધા હતા અને બાદમાં મેલડી માતાના મંદિરે દર્શન કરીને ઘરે જતા રહ્યા હતા. અજાણ્યા યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતા યુવક કોણ છે તે શોધવા માટે પોલીસ (Police) રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જાણ કરી લીધી હતી. પરંતુ તેની ઓળખ થઇ શકી નહી.
આ પણ વાંચો:- અમદાવાદીઓ માટે વધુ એક નવું નજરાણું, સ્પોર્ટ્સ પ્રેમીઓ માટે પૂર્ણતાને આરે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ
જો કે, તેના હાથમાં કે. કમેલેશ નામનુ ટેટુ હતું. જેથી પોલીસે આ ટેટુનો ફોટો વોટ્સએપ (WhatsApp) ગ્રુપમાં ફરતો કર્યોને ગણતરીના દિવસોમાં જ સાવીત્રી નામની મહિલા પોલીસ પાસે પહોચી ગઇ હતી અને ટેટુ (Tatoo) તેના ભાઇનું હોવાનું કહ્યુ હતું. પોલીસ (Police) સાવીત્રીને ડેડબોડી રુમમાં લાશ બતાવી હતી. યુવકને જોતાની સાથે સાવિત્રી તેને ઓળખી ગઇ હતી. મરનાર યુવકનું નામ કમલેશ ઇશ્વરભાઇ પંચાલ હતું અને તે વટવા કેડીલાબ્રીજ પાસે આવેલી જગદીશ સોસાયટીમાં રહેતો હતો. તેની બહેને પોલીસ સમક્ષ જણાવ્યુ હતું કે, કમલેશને પડોશમાં રહેતા અલ્પેશ ઠાકોર નામના યુવક સાથે દારૂ પીવા બાબતે બબાલ થઇ હતી.
આ પણ વાંચો:- ગુજરાતમાં નેતાઓના ઘર પણ સલામત નથી, કલોલના ધારાસભ્યના ઘરે થઈ મોટી ચોરી
પોલીસે તે દીશામાં તપાસ કરી તો કમલેશની લાશ જે દિવસથી મળી છે તે દિવસથી અલ્પેશ પણ પોતાના ઘરે નહી ગયો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસની શંકા પાકી થઇ જતા તેમને તરત જ અલ્પેશનો મોબાઇલ ટ્રેસમાં મુક્યો હતો અને અલ્પેશ અને તેના પાંચ મિત્રોને પકડી લીધા હતા. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે જુની બાબલ યાદ આવતા અલ્પેશ અને તેના મિત્રોએ ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં રિક્ષામાં જતા હતા. ત્યારે કમલેશ તેને રસ્તામાં દારૂ પીધેલી હાલતમાં મળ્યો હતો.
આ પણ વાંચો:- રિટેલ મેનેજમેન્ટ કોર્સ માટે પહેલીવાર કંપની અને યુનિવર્સિટી વચ્ચે થયા એમઓયુ
કમલેશને પણ રિક્ષામાં બેસાડીને તમામ લોકો અસલાલી તરફ ગયા હતા. જ્યા તેઓ મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે જવાના હતા. કમલેશને બાથરુમ જવાનું હોવાથી રીક્ષા ખારીકટ કેનાલ પાસે ઉભી રાખી હતી. જ્યા અલ્પેશને જુની બબાલ યાદ આવી જતા કમલેશ પર છરીના ઘા મારી દીધા. કમલેશે ખારીકટ કેનાલમાં કુદકો મારી દીધો હતો જેથી બે લોકો કેનાલમાં ઉતર્યા હતા અને ઉપરાછાપરી છરીના 15થી વધુ ઘા ઝીંકી દીધા હતા. આરોપી અલ્પેશ સહિતના આરોપીઓએ કમલેશને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ પણ વાંચો:- અમદાવાદ મહાનગર પાલિકાના વિવિધ વિકાસ કામો માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી
શેરા નામના રીક્ષા ચાલકે કેનાલમાં ઉતરેલા જગદીશ સહિતના આરોપીઓને હાથ પકડીને બહાર કાઢ્યા હતા અને બાદમાં મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરી દીધા બાદ તમામ આરોપીઓ લાશને જોવા માટે ફરીથી કેનાલ પર આવ્યા હતા અને ત્યારબાદ તેમના ઘરે જઇને સુઇ ગયા હતા. જોકે આરોપીઓની આ લુપાછુપી વધુ ટકી નહિ અને આખરે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી જ નાખ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube