મૌલિક ધામેચા/અમદાવાદ :ગુજરાત પોલીસમાં સૌ પ્રથમ અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ને ISO સર્ટિફિકેટ મળ્યું છે. જે અમદાવાદ પોલીસ માટે ગર્વ સમાન વાત કહી શકાય. અમદાવાદ શહેર પોલીસને ISO પ્રમાણિત સર્ટિફાઈડ ફોર્સનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ફરિયાદોનું નિરાકરણ, તકેદારી, ઝડપી ગુના નિવારણ, કાયદો અને વ્યવસ્થા સાથે જ ટ્રાફિક વ્યવસ્થા અને ઉચ્ચતમ કામગીરી બદલ શહેર પોલીસને આ સર્ટિફિકેટ અપાયું છે. 


સોનગઢના ભયાનક ટ્રિપલ અકસ્માતનો video આવ્યો, જુઓ કેવી રીતે ટકરાઈ ત્રણ ગાડીઓ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ પોલીસ દેશની પહેલી આઈએસઓ પ્રમાણિત પોલીસ બની ગઈ છે. યુઆરએસ સર્ટિફિકેશન લિમિટેડ દ્વારા તેને ત્રણ આઈએસઓ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં પોલિસીંગથી સંબંધિત વિવિધ માપદંડોને પૂરા કરવા માટે આઈએસઓ 9001: 2015, આઈએસઓ 14001: 2015 અને આઈએસઓ 45001: 2018 સામેલ છે. પ્રમાણપત્ર 1 માર્ચ 2023 સુધી માન્ય રહેશે.


દોઢ મહિનાથી વધુ સમય ચાલેલું માલધારી આંદોલન આખરે સમેટાયું


આ સફળતાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતા અમદાવાદ પોલીસે જણાવ્યું કે, હવે અમે ભારતમાં પહેલીવાર વ્યાપક આઈએસઓ પ્રમાણિત પોલીસ બળ (111 યુનિટ) બનાવી રહી છે. યુઆરએસ સર્ટિફિકેટ લિમિટેડથી આઈએસઓ 9001: 2015, આઈએસઓ 14001: 2015 અને આઈએસઓ 45001: 2018 પ્રાપ્ત કર્યું છે. અમે અમદાવાદના નાગરિકોની સેવામાં પ્રતિબદ્ધ છીએ. 


ઉલ્લેખનીય છે કે, સર્ટિફિકેટના અંતર્ગત આવનારી ગતિવિધિઓને રોકવામાં, તપાસ અને આરોપીને શોધી કાઢવું, કાયદો અને વ્યવસ્થાને જાળવવી, મેનેજમેન્ટ, રેકોર્ડ રાકવા અને અપડેશન, સુરક્ષા, સાર્વજનિક ફરિયાદ અને ફરિયાદોનું મેનેજમેન્ટ વગેરે સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...