Ahmedabad News : અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે મુજબ, શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે  એવા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ, અમદાવાદમાં દારૂ પીને ગાડી ચલાવી તો હવે ખેર નથી. નશામાં વાહન ચલાવનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાશે. દારૂડિયા ચાલકોને પકડવા પોલીસને પ્રોત્સાહન રાશિ મળશે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેરાત કરાઈ કે, પોલીસ કર્મચારીઓને 200 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ત્યારે અમદાવાદ પોલીસની આ જાહેરાત અનેક સવાલો પેદા કરે છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે જ, અને દારૂ પીનારાઓને રોકવાનું કામ પોલીસનું છે. ગુજરાતમાં આવતા દારૂને રોકવાનું કામ પણ પોલીસનું છે. ત્યારે શું ઈનામ આપશો તો જ પોલીસ કર્મચારીઓ કામ કરશે. દારૂડિયા પકડવાએ પોલીસની ફરજમાં આવે છે અને જો પોલીસના નાક નીચે બેરોકટોક દારૂ પીવાય છે તો તે પોલીસની બેદરકારી છે. 


કોઈ દારૂ પીને પકડાશે તો એમ કહેશે કે ગિફ્ટ સિટીમાં પીધો હતો! આ નિર્ણયને વખોડાયો


હાઈકોર્ટની ફટકાર બાદ એક્શન 
અમદાવાદના આજથી 15 દિવસ લોકો ટ્રાફિક અને પાર્કિંગના નિયમો તોડતા પહેલા સાવધાન રહેજો. કારણ કે આજથી ટ્રાફિક નિયમન અને પાર્કિંગ સંબંધી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. ખુદ હાઈકોર્ટે જ 15 દિવસમાં ટ્રાફિક નિયમન અને પાર્કિંગના નિયમોનું પાલન કરાવવા માટે ખાસ ડ્રાઈવ ચલાવવાના નિર્દેશો આપ્યા છે. હાઈકોર્ટે પ્રાયોગિક અને પ્રારંભિક ધોરણે પાંચ પોઈન્ટ નક્કી કર્યા છે. જ્યાં આ પ્રકારની ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ તમામ પોઈન્ટ્સ પર ચુસ્ત ટ્રાફિક નિયમન, રસ્તા કે ફુટપાથ પરના દબાણો, લારી અને ગલ્લા હટાવવા, આડેધડ પાર્કિંગની સમસ્યાને દૂર કરવાની તાકીદ કરવામાં આવી છે. હાઈકોર્ટના નિર્દેશો બાદ આ પોઈન્ટ પર કડક પોલીસ બંદોબસ્ત હોય શકે છે અને નિયમો તોડનાર સામે કડક કાર્યવાહી થઈ શકે છે.


અંબાલાલ પટેલની આગામી 24 કલાક માટેની આગાહી, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે આવશે વરસાદ


ગુજરાતમાં અહી દારૂ પીવાની છૂટ
મહાત્મા ગાંધીના નામ પરથી જાણીતા અને ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હવે જો કોઈને દારૂ પીવો હોય તો પી શકાશે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને દારૂ પીવાની પરમિટ આપી દીધી છે. રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે પરિપત્ર જાહેર કરીને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી છે. સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં 'વાઈન એન્ડ ડાઇન' ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે, ગિફ્ટ સિટીમાં હોટલ્સ, રેસ્ટોરાં, ક્લબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઇન ફેસિલિટી પૂરી પાડી શકશે. 


માથા પર લાગેલું કલંક ધોઈ કચ્છી ખેડૂતોએ કમાલ કરી, નર્મદાના પાણીથી અનોખી ખેતી કરી


ગિફ્ટ સિટીમાં દારૂ પી શકાય છે, પણ ગાંધીનગરમાં નહિ 
જો તમે ગિફ્ટ સિટીમાં કામ કરો છો તમને દારૂ પીવાની છૂટ છે. જો તમે ગિફ્ટ સિટીની અધિકૃત મુલાકાતે જવાના છો તો તમે ગિફ્ટમાં દારૂ પી શકો છો. એટલું જ નહીં, ગિફ્ટમાં ચાલતી હોટલ અને રેસ્ટોરેન્ટમાં પણ તમે દારૂ પી શકો છો. તો મહત્વની વાત એ છે કે દારૂબંધી વાળું રાજ્ય ગણાતા ગુજરાતના પાટનગરમાં જ આવેલા ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે. આ ખૂબ જ મોટો નિર્ણય છે.