ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના હાઇપ્રોફાઇલ સેટેલાઇટ વિસ્તારમાં શનિવારે રાત્રે ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી હતી. આકાશ પરમાર નામના એક શખ્સે મહેશ ઠાકોરના નામના શખ્સ પર મોડી રાતે અંધાધૂંધ ફાયરિંગ કરતા જ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી આકાશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપી આકાશ પરમારે થોડા દિવસો અગાઉ અમદાવાદના હાઇપ્રોફાઇલ એવા સેટેલાઇટ વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી હતી. આરોપી આકાશ પરમાર નામના શખ્સે મહેશ ઠાકોરના નામના શખ્સ પર મોડી રાતે અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગ કરતા જ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.


પોલીસ તપાસમાં સામે આવ્યું કે, જૂની અદાવતને લઈ આકાશ પરમાર નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતું. સેટેલાઇટ વિસ્તારમાં થયેલા આ ફાયરિંગ બાદ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ફાયરિંગની જાણ થતા ઘટના સ્થળે દોડી આવેલા ઝોન-7ના ડીસીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, એક ફોર વ્હીલર ગાડી આવી હતી. જેને પોલીસ આરોપીની ધરપકડ સાથે જ કબ્જે કરી છે. તેમાંથી ઉતરેલા એક વ્યક્તિએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા. આરોપી હથિયાર દાણીલીમડામાંથી લાવ્યો તેવું સૂત્રોનું જણાવવું છે. પરંતુ પોલીસે હથિયાર અંગે હાલ કોઈ પુષ્ટિ કરી નથી.


જો.કે સમગ્ર ઘટનામાં હાલ પોલીસે આરોપી આકાશ પરમારના રિમાન્ડ મેળવ્યા છે.. ત્યારે આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો હતો.. કોણે તેને અપાવ્યું હતું અને ફાયરિંગ બાદ કોણે કોણે સાથ આપ્યો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :