મૌલિક ધામેચા/અમદાવાદ : દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધારો થઈ રહ્યો છે. તેવામાં અનેક ધંધા-રોજગાર પર પણ તેની વિપરિત અસર જોવા મળી રહી છે. પરંતુ સંક્રમણ સામે લડવા માટે covid-19 ગાઇડ લાઇન્સનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. કેમકે જો કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયો હતો ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા અનેક શહેરીજનોએ તૈયાર રહેવું પડશે. એક તરફ પોલીસ દ્વારા કડક હાથે નાઈટ પેટ્રોલિંગ  દ્વારા કાયદાનું પાલન થાય તે  શહેરીજનો માટે અનોખા નુસખા અપનાવી ભાન પોલીસ કરાવે છે, પરંતુ બીજી તરફ શહેરીજનોની મિત્ર બની સેવા પણ પોલીસ સેવા કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, જનતાને કરી આ અપીલ


તાજેતરમાં જ અમદાવાદ અને સુરતમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અલગ- અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ માસ્ક વિતરણ ની ડ્રાઈવ યોજવામાં આવી અને દંડનીય કાર્યવાહી કરવાને બદલે માસ્ક પહેરવું કેટલું જરૂરી છે ? તે અંગે સમજ આપતા પોલીસ કર્મીઓના દ્રશ્યો જોવા મળ્યા. શનિવાર અને રવિવાર મોટી સંખ્યામાં શહેરીજનો પરિવાર સાથે બહાર નીકળતા હોય છે. ત્યારે કોરોના ગુજરાતમાંથી નીકળી ગયો હોય તેમ વગર માસ કે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર જ બિન્દાસ ફરી રહ્યા છે. 


અજબ અપહરણની ગજબ કહાની, અપહરણકારની વાત સાંભળી પોલીસની આંખો પણ ભીની થઇ


પોલીસે પોતાની જવાબદારીથી અલગ જ માનવતાની દ્રષ્ટિએ શહેરીજનોના જીવને ઓછું જોખમ થાય તે અંગેનો વિચાર કરી ફરજિયાત માસ્ક પહેરવા માટે અપીલ કરી. અમદાવાદ પોલીસના સેક્ટર - 2 વિભાગ હેઠળ રહેલા તમામ પોલીસ સ્ટેશન દ્વારા જાહેર રસ્તાઓ પર વગર માસ્કએ ફરતા લોકોને માસ્ક પહેરાવી ફરજિયાત માસ્ક પહેરવા અંગેની સૂચન પણ કરાયું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube