• ભીડનો લાભ લઈને આ વૃદ્ધ દ્વારા લોકોના પર્સ ચોર્યા હોવાનો આરોપ આ વૃદ્ધ ઉપર લગાડવામાં આવ્યો છે અને કાર્યાલય ખાતે એકત્ર થયેલા કાર્યકર્તાઓ અને સમર્થકોએ આ વૃદ્ધને ચોરી કરતા રંગે હાથ પકડીને પોલીસના હવાલે કર્યો હતો


ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ શહેરમાં નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયના ઉદ્ધઘાટન વખતે જ આપના નેતા સહિત અનેક લોકોના પાકીટ ચોરાયાની ઘટના બની હતી. નવરંગપુરા પોલીસે વૃદ્ધની ચોરીના આરોપ હેઠળ ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે ઉમરમાં મંદિર કે ભગવાનના ભજન કરવાના હોય એ ઉમરમાં એક વૃદ્ધને પોલીસ સ્ટેશનના જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. નવરંગપુરા પોલીસે ગોવિંદ પટેલ નામના વૃદ્ધની ધરપકડ કરી છે, જેમની ઉમર 75 વર્ષ છે. તે મૂળ વડોદરાના રહેવાસી છે. પરિવારમાં માત્ર એકલા છે. એકલવાયુ જીવન જીવતા આ વૃદ્ધ પર આરોપ છે કે, આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયના ઉદ્ધઘાટનમાં ખિસ્સા કાપવાનો એટલે કે લોકોના પાકીટ ચોર્યા હતા. હકીકતે આ વયોવૃદ્ધએ ચોરી કરી છે કે
નહિ એ અંગે નવરંપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. 


આ પણ વાંચો : 50 વર્ષથી રાહ જોઈ રહ્યો હતો ઠાકોર પરિવાર, આખરે રથયાત્રામાં મામેરુ કરવાનો અવસર મળ્યો


ચોરીના આરોપમાં નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વડોદરાના 75 વર્ષીય ગોવિંદભાઈ પટેલની ધરપકડ કરી છે. ભીડનો લાભ લઈને આ વૃદ્ધ દ્વારા લોકોના પર્સ ચોર્યા હોવાનો આરોપ આ વૃદ્ધ ઉપર લગાડવામાં આવ્યો છે અને કાર્યાલય ખાતે એકત્ર થયેલા કાર્યકર્તાઓ અને સમર્થકોએ આ વૃદ્ધને ચોરી કરતા રંગે હાથ પકડીને પોલીસના હવાલે કર્યો હતો. 


આ પણ વાંચો : આણંદ પાસે ટ્રક અને કાર ભટકાતા એક જ પરિવારના 10 લોકોના કરુણ મોત


હાલ નવરંગપુરા પોલીસે આ વૃદ્ધની શંકાના આધારે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે વૃદ્ધ આરોપીનું કહેવું છે કે તે આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે વડોદરાથી આવ્યા હતા. પરંતુ પોલીસને શંકા છે કે આ વૃદ્ધની સાથે અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે. જેથી અને તેના સીડીઆર અને કોલ ડિટેઇલ મંગાવવાની તજવીજ નવરંગપુરા પોલીસે હાથ ધરી છે.