ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં ભુવાજી તરીકે ઓળખાતા અને જાણીતા લોકગાયક વિજય સુંવાડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વિજય સુંવાળા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 30થી વધુ લોકો વિરુદ્ધ ઓઢવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2020થી ચાલી રહેલા મનદુ:ખને લઈ મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરી ધમકી આપતા હોવાનું સામે આવ્યું છે. વિજય સુંવાડા અને તેમના ભાઈ સહિત 30થી વધુ લોકો 15-20 ગાડી લઈ હુમલો કરવા આવ્યા હતા. જેના સીસીટીવી હાલ સામે આવ્યા છે. આ ઘટના સંદર્ભે ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSNLએ JIO અને AIRTELના બિસ્તરા ભરાવી દેશે: સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ 3GB ડેટા


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે શહેરના ઓઢવ વિસ્તારમાં વિજય સુવાડા અને તેમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 30થી વધુ લોકોએ ફરિયાદી પર હુમલો કરવાની ઘટના બની છે. જેમાં દિનેશ નામના વ્યક્તિને મારવાનું કહીને વિજય સુવાળાએ રીતસર ગુંડાગર્દી કરી હતી. દિનેશ ક્યાં છે? આજે તેને મારી નાખવાનો છે, તેવું કહીને મોડીરાતે ઓઢવમાં વિજય સુવાળા સહિતના લોકોએહથિયાર સાથે એસ્ટેટ બ્રોકરની ઓફિસ પર હુમલો કર્યો હતો. હથિયાર સાથે 30થી વધુ લોકોનું ટોળું એકઠું થતાં હાહાકાર મચી જવા પામ્યો હતો.


વિદ્યાર્થીના અકસ્માતે મોત માટે ગુજરાત સરકાર ચુકવશે આટલા રૂપિયા! જાણો યોજના વિશે


આ ઘટના સંદર્ભે ઓઢવ પોલીસમાં વિજય સુવાડા, યુવરાજ સુવાડા, રાજુ રબારી, વિક્કી અને સુરેશ દેસાઈ સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બ્રોકર દિનેશ અને વિજય સુવાળા પહેલાં મિત્રો હતા, પરંતુ વર્ષ 2020થી બન્ને વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી. 


મહિલા જજે કહ્યું મેડમ! તમારી જાતે કમાઓ, પતિ પર દયા કરો, જજે આપ્યો જબરદસ્ત ચૂકાદો


એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇ મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના અડીસણા ગામનો રહેવાસી છે. તેના પિતા એલઆઇસી એજન્ટ છે. જેમની ઓફિસ ઓઢવ પમ્પિંગ સ્ટેશનની સામે જવાલીન ચેમ્બર્સમાં આવી છે. દિનેશની ઓફિસ વૈષ્ણવદેવી સર્કલ ખાતે આવેલા રોઝહુડ રિસોર્ટમાં આવેલી છે. દિનેશ સાથે તેનો પિતરાઇ ભાઈ ચેતન ભાગીદાર છે.