જાવેદ સૈયદ/અમદાવાદ : શહેરના જમાલપુરમાં પોલીસ દ્વારા શાકભાજીમાં પણ કટકી કરવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, કર્ફ્યૂ સમયે એક શાકભાજીનો ફેરિયો શાકભાજી વેચવા માટે નિકળ્યો હતો. મોટા પ્રમાણમાં લોકો શાકભાજી ખરીદી રહ્યા હતા. જો કે પોલીસ અચાનક આવી ચડતા ફેરિયો લારી મુકીને ભાગી છુટ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે પોલીસે આવીને માલ જપ્ત કરવાના બદલે શાકભાજીની લારી ઉંધી વાળી દીધી હતી. જો કે લારી ઉંધી વાળતા પહેલા ઘર માટે શાકભાજીની કટકી આદતવશ કરી લીધી હતી. જો કે પોલીસ તપાસમાં આ બાબત ખોટી સાબિત થઇ રહી હોવાનું પોલીસ જણાવી રહી છે. તપાસમાં સામે આવ્યું કે, પોલીસે લૂંટ નહોતી મચાવી પરંતુ કર્ફ્યૂ છતા શાકમાર્કેટ ભરાયાનો મેસેજ મળતા પોલીસ ત્યાં ગઇ હતી. 

જો કે પોલીસ પહોંચી તો ફેરિયાઓ નાસી છુટ્યા હતા. જેથી પોલીસે આ શાકભાજી લઇ લીધું હતુ પરંતુ તેને અન્નક્ષેત્રમાં દાન કર્યું હોવાનું ઇ ડિવિઝન એસીપી સાગર સાબડાએ જણાવ્યું હતું. વીડિયોમાં દેખાય છે કે, એક શાકભાજીની લારી પાસે ત્રણ ચાર પોલીસ કર્મચારીઓ આવે છે. લારીમાં રહેલા વજનકાંટો અને શાકભાજી પોલીસ જીપમાં ભરીને રવાના થઇ જાય છે. આ સાથે જ ઘરની બહાર રહેલા લોકોને ઘરમાં જતા રહેવા માટે પણ પોલીસ જણાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube