મોત પહેલાની વેદના : કોન્સ્ટેબલ કુલદીપસિંહે સ્યૂસાઈડ નોટમાં ગુજરાતના સળગતા મુદ્દા પોલીસ ગ્રેડ પે વિશે કર્યો મોટો ખુલાસો
Police Family Suicide In Ahmedabad : પોલીસ કોન્સ્ટેબલ મોતના મુખમાં જતા પહેલા હચમચાવી દે તેવી સ્યૂસાઈડ નોટ લખી છે. તેમણે લાંબીલચક સ્યૂસાઈડ નોટમાં પરિવારના સદસ્યો, મિત્રો તથા પોલીસ કર્મચારીઓના નામ લખ્યાં છે. સાથે જ ગુજરાતના સળગતા મુદ્દા પોલીસ ગ્રેડ પર પણ મોટી વાત લખી
અમદાવાદ :અમદાવાદના ગોતા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલે મોડી રાત્રે પત્ની અને દીકરી સાથે આપઘાત કર્યો. ગોતાના દિવા હાઈટ્સમાં કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવ અને તેમના પરિવારે આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. કુલદીપસિંહ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ફરજ બજાવતા હતા અને ગોતાના દિવા હાઈટ્સમાં તેમના પત્ની અને બાળકી સાથે રહેતા હતા. હજી કયા કારણોથી પરિવારે મોતને ગળે લગાવ્યું તે સામે આવ્યું નથી. પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે. જોકે તેમની પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં આત્મહત્યા કરનાર કોન્સ્ટેબલ કુલદીપસિંહે જતા જતા કરી પોલીસ કર્મચારીઓના હિતમાં મોટી વાત કરી છે. કુલદીપસિંહની ઈમોશનલ સુસાઇડ નોટમાં છેલ્લે લખ્યુ કે, પોલીસનો ગ્રેડ પે વધે એ મારી અંતિમ ઈચ્છા, IPS અધિકારીઓ પગાર વધારવા નથી દેતા.
ACP જીએસ સ્યાનના જણાવ્યા મુજબ, સોમવારે અડધી રાત્રે દિવા હાઈટ્સથી તેમના પત્ની અને પાછળથી કોન્ટેબલે દીકરી સાથે આત્મહત્યા કરી છે. કુલદીપ સિંહ પોતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે એકાઉન્ટ્સ હેડમાં જવાબદારી નિભાવતા હતા. તેમની બહેન અને બનેવી પણ તેમની બાજુમાં જ રહેતા હતા. પોલીસે બહેન બનેવીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અવારનવાર કુલદીપસિંહ અને તેમના પત્ની સાથે શાબ્દિક બોલાચાલી થતી હતી. તેઓ વારંવાર બંને વચ્ચે સમાધાન કરાવતા હતા. જો કે પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ કોન્સ્ટેબલ મોતના મુખમાં જતા પહેલા હચમચાવી દે તેવી સ્યૂસાઈડ નોટ લખી છે. તેમણે લાંબીલચક સ્યૂસાઈડ નોટમાં પરિવારના સદસ્યો, મિત્રો તથા પોલીસ કર્મચારીઓના નામ લખ્યાં છે. સાથે જ ગુજરાતના સળગતા મુદ્દા પોલીસ ગ્રેડ પર પણ મોટી વાત લખી છે. જ્યારે ગુજરાત પોલીસની ગ્રેડ પેની માગણી અંગેનો પણ ઉલ્લેખ કરી લખ્યું હતું કે પોલીસનો ગ્રેડ પે વધે એ મારી અંતિમ ઈચ્છા છે અને IPS અધિકારીઓ પૈસા બહુ ખાય છે અને તે જ લોકો પગાર વધારવા નથી દેતા.
પહેલા પત્ની કૂદી, પછી કુલદીપસિંહ દીકરીને લઈને કૂદ્યા
પોલીસને દિવા હાઈટ્સમાં આત્મહત્યા સમયે હાજર વોચમેનની પણ પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, પહેલા તેમની પત્નીએ 12 માં માળેથી ઝંપલાવ્યું હતું. તેના બાદ કુલદીપસિંહે તેમની 2 વર્ષીય દીકરી સાથે 12 માં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી. હાલ કોન્સ્ટેબલ સહીત તેમના પત્ની અને બાળકીના મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
મિત્રને મોકલી હતી સ્યૂસાઈટ નોટ
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જેમાં કુલદીપસિંહ લખેલી સ્યૂસાઈડ નોટ સામે આવી છે. પોલીસ દ્વારા જાણવા મળ્યું કે, કુલદીપસિંહનો ફોન પેટર્ન લોક છે, પરંતુ તેણે તેના મિત્રને સ્યૂસાઈટ નોટ મોકલી હતી. પોલીસ આ સ્યૂસાઈડ નોટના માધ્યમથી તપાસ કરી છે. તેમજ ફોન પણ અનલોક કરવાની કામગીરી શરૂ કરી છે.
રડાવી દે તેવી વાત કરી
કુલદીપ સિંહે સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે, "ખુદા સે મેને દુવા માગી દુવા મે આપની મોત માગી ખુદા ને કહા મોત મે તુજે દુંગા પર ઉસે ક્યા કહું જિસને તેરી લાંબી ઉંમર કી દુવા માગી" મારી દુવા માગવા વાળી મારી સાથે લય જાવ છે બીજા કોઈએ દુવા નય માગી હોય મે request to bov kareli bt chalse khush chhu aaj hu bov k aa divas aaj aavi gayo Jay યોગેશ્વર જય માતાજી અને જય દ્વરકાધીશ જય કષ્ટ ભંજન દેવ.