જાવેદ સૈયદ, અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં ગત ત્રણ દિવસ અગાઉ લવ ટ્રાયએંગલમાં પોલીસ કોન્સ્ટેબલની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. દારૂની મહેફિલ સમયે અવૈદ્ય સંબંધોને પગલે દોસ્તી પર પ્રેમ ભારે પડ્યો હોય તેમ કોન્સ્ટેબલ અને તેના મિત્ર વચ્ચે છરી સાથે લોહિયાળ જંગ ખેલાયો હતો. લોહિયાળ જંગમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું હતું. જેમાં આજે પોલીસે પોલીસ કોન્સ્ટેબલની પૂર્વ પ્રેમિકાની પણ સંડોવણી બહાર આવતા તેની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાપુનગર વિસ્તારમાં આવેલા સોનેરીયા બ્લોક પાછળ આવેલા કારખાનામાં કોન્સ્ટેબલ ઉમેશ ખાંડે અને રવિન્દ્ર તેમના અન્ય મિત્રો સાથે દારૂની મહેફીલ માણતા હતા. તે સમયે અન્ય મહિલા સાથેના બંનેના પ્રેમ સંબંધને લઇ તકરાર થઈ હતી અને તકરાર દરમિયાન બંને  વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો. કોન્સ્ટેબલ ઉમેશ અને રવિ એ એકબીજા પર છરીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં કોન્સ્ટેબલ ઉમેશનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બીજી બાજુ રવિ ને પણ છાતીના ભાગે છરીના ઘા વાગતા તેને પણ સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી  હતા.

અમદાવાદ: ત્રિકોણીયા પ્રેમમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા, 1 આરોપીની ધરપકડ


મૃતક કોન્સ્ટેબલ ઉમેષ ખાંડે વસ્ત્રાલ ખાતે રહેતો હતો અને હેડક્વાટરમાં ફરજ બજાવતો હતો. આરોપી રવિન્દ્રના બહેનની નણંદ સાથે કોન્સ્ટેબલ અને રવિન્દ્રને અવૈદ્ય સંબંધો હતા. ગઈકાલે રાત્રે કોન્સ્ટેબલ અને રવિન્દ્ર અન્ય મિત્રો સાથે દારૂની મહેફિલ માણવા બેઠા હતા તે જ સમયે બંને વચ્ચે આ યુવતી સાથેના સબંધને લઈને તકરાર થઈ અને બંને એ એકબીજા પર છરીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં રવિન્દ્ર પણ ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે કોન્સ્ટેબલ ને વધુ ઇજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. 


કોન્સ્ટેબલ ઉમેશ અને રવિન્દ્ર મિત્રો હતા અને પ્રણય ત્રિકોણના કારણે બંને વચ્ચે આખરે કોન્સ્ટેબલએ પ્રેમમાં હોમાવું પડ્યું હતો. બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી આ હત્યામાં એક સગીર આરોપી સહીત પોલીસે હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ હત્યા જે કારણોસર થઇ તે યુવતીને પોલીસે પૂછ પરછ માટે બોલાવી હતી અને આ હત્યામાં તેની સડોવણી હોવાનું બહાર આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી તેને પણ જેલ હવાલે કરી છે.