અમદાવાદઃ અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલના જે કાળાકામો સામે આવ્ચા ત્યારબાદ ગુજરાતમાં ડોક્ટર અને હોસ્પિટલ પર લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દર્દીઓના નકલી ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકાર સફાળી જાગી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં જે બે લોકોના મોત થયા તેના ઓપરેશનો ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ ડોક્ટરને કસ્ટડીમાં વીઆઈપી ટ્રિટમેન્ટ પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો. વજીરાણીને મળી વીઆઈપી સુવિધા
ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં પોલીસે ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરી હતી. તેને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ ડોક્ટર, પ્રશાંત વજીરાણીને પોલીસ સ્ટેશનમાં પોલીસની મિલીભગતથી વીઆઈપી સુવિધા મળી રહી હતી. તેને ઘરનું ભોજન પીરસવામાં આવી રહ્યું હતું. આ ઘટના બાદ ફરજમાં નિષ્કાળજી દાખવનાર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડીસીપી ઝોન-1 દ્વારા હેડ કોન્સ્ટેબલ લાલસંગ સાગરદાન ગઢવી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ સૌથી મોટો ખુલાસો, સુરતમાં નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા IPS અધિકારી


હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે તપાસ
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત બાદ તેના અલગ-અલગ કાંડો બહાર આવી રહ્યાં છે. ભૂતકાળમાં પણ આ હોસ્પિટલોએ વિવિધ જગ્યાએ કેમ્પ યોજી લોકોને જરૂર ન હોય તો પણ ઓપરેશનો કરી નાખ્યાં હતા. ઘણા લોકોએ આ ખ્યાતિ હોસ્પિટલા કાળા કામને કારણે જીવ પણ ગુમાવ્યા છે. હવે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. હવે અન્ય ફરાર આરોપીઓને પકડવાની કાર્યવાહી પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાશે.


હોસ્પિટલનો વધુ એક કાંડ બહાર આવ્યો
ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક કાંડ હવે સામે આવી રહ્યાં છે. ખ્યાતિ હોસ્પિટલે આશરે એક મહિના પહેલા એક ભાઈનું ઓપરેશન કર્યું હતું. ત્યારથી તે વ્યક્તિની હાલત સતત ખરાબ છે. રાજસ્થાનના રહેવાસી લલિત લબાનાને તેમના ભત્રીજા ખ્યાતિ હોસ્પિટલમાં લાવ્યા હતા. આ અંગે વાત કરતા આકાશ લબાનાએ કહ્યું કે અમે એક મહિનો પહેલા ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યા તો અમને ડરાવવામાં આવ્યા હતા. ત્રણેય નસ બંધ છે અને પાંચ મિનિટમાં ઓપરેશન કરવું પડશે તેમ કહી ડોક્ટરોએ ડરાવ્યા હતા. અમને હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. 3 લાખ રૂપિયાનો ખર્ચ ઓપરેશનમાં કર્યા બાદ આજે પણ દર્દીની હાલત ખરાબ છે.