અમદાવાદની આ મહિલા PSI માતૃત્વને ત્રાજવે મુકી ફરજ બજાવે છે, વાંચીને તમે પણ કરશો સલામ
કોરોનાની મહામારીનાં કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનનો 28મો દિવસ ચાલી રહ્યો છે. અનેક મેડિકલ, પોલીસ અને સફાઇ તથા મીડિયા કર્મચારીઓ રાત દિવસ જોયા વગર સતત કામ કરી રહ્યા છે. લોકોને કોરોનાથી બચાવવા માટે પોલીસ દ્વારા સતત 24 કલાક ફરજ બજાવવામાં આવી રહી છે. જો કે જેના કારણે તેમનાં પરિવારીક જીવન ખોરંભે ચડી ગયું છે. કેટલાક કિસ્સાઓમાં તો પોતાનાં બિમાર માં બાપ કે બાળકને છોડીને પણ માતા કે પિતા ફરજ પર હાજર થયા હોય તેવા કિસ્સા બન્યા છે.
અમદાવાદ : કોરોનાની મહામારીનાં કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનનો 28મો દિવસ ચાલી રહ્યો છે. અનેક મેડિકલ, પોલીસ અને સફાઇ તથા મીડિયા કર્મચારીઓ રાત દિવસ જોયા વગર સતત કામ કરી રહ્યા છે. લોકોને કોરોનાથી બચાવવા માટે પોલીસ દ્વારા સતત 24 કલાક ફરજ બજાવવામાં આવી રહી છે. જો કે જેના કારણે તેમનાં પરિવારીક જીવન ખોરંભે ચડી ગયું છે. કેટલાક કિસ્સાઓમાં તો પોતાનાં બિમાર માં બાપ કે બાળકને છોડીને પણ માતા કે પિતા ફરજ પર હાજર થયા હોય તેવા કિસ્સા બન્યા છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા અલ્પા ખત્રી ક્લસ્ટર ક્વોરન્ટી વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા છે. NFD સર્કલ પર તેઓ સતત 12 કલાક સુધી ફરજ બજાવે છે. જો કે પીએસઆઇની 15 મહિનાની બાળકી હોવા છતા તેઓ ન માત્ર ડ્યુટી કરે છે પરંતુ કેટલાક દિવસો દરમિયાન નાઇટ ડ્યુટી પણ કરે છે. ઘરે ગયા બાદ તેઓ સંપુર્ણ સેનેટાઇઝ થાય છે પરંતુ પોતાની બાળકીથી દુર જ રહે છે.
પોલીસ બેડામાં પણ કેટલાક પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનાં કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અલ્પા ખત્રીને નાની બાળકી છે. બાળકો અને વૃદ્ધોને કોરોના વધારે અસર કરે છે. તેવામાં અલ્પા ખત્રી પોતાની સવા વર્ષની બાળકીથી દુર રહે છે. આ રીતે તેઓ પોતાનાં માતૃત્વને ત્રાજવે મુકીને ફરજ અદા કરી રહ્યા છે. જો કે તેઓને એક વાતનું દુખ છે કે આટલો ત્યાગ છતા પણ લોકો તેમને સમજતા નથી. ઘર બહાર નિકળી જાય છે અને જીવને જોખમમાં મુકે છે. તેઓએ લોકોને અપીલ કરતા જણાવ્યું કે, તમારી સુરક્ષા માટે અમે આટલો ત્યાગ કરી રહ્યા છીએ તો તમે પણ થોડુ સમજો અને ઘરે રહો સુરક્ષીત રહો.