અમદાવાદ : પોલીસ દ્વારા સતત મહાનગરોમાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. રાત્રી બંદોબસ્તમાં પણ વધારો કરવામાં આવ્યો છે. લોકડાઉનનાં સારી રીતે અમલ માટે સુચના અપાઇ છે. અમુક લોકો ધાબા પર ક્રિકેટ રમે છે તેમની વિરુદ્ધ ડ્રોનનાં ફૂટેજનાં આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રોનનાં આધારે 210 ગુના દાખલ કરવામાં આવ્યા છે. 2144 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજનાં આધારે ગઇ કાલે 15 ગુના દાખલ કરવામાં આવેલ છે. આજ સુધીમાં આવા 80 ગુનાની નોંધણી થઇ અને 189 લોકોની ધરપકડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવધાન: સરપંચોને PI કરતા પણ વધારે પાવર અપાયો, બહાર નિકળ્યાં તો સીધા જેલમાં જશો

અનેક લોકો સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી રહ્યા છે, અજાણતામાં પણ જો અફવા ફેલાવવામાં કોઇ સંડોવાયેલું હશે તો આવી બાબત ચલાવી લેવાશે નહી. પોલીસ દ્વારા ગઇ કાલે 16 ગુના દાખલ કર્યા અને અત્યાર સુધીમાં 49 કેસ દાખલ કર્યા અને 90 લોકોની અટકાયત કરવામાં આવી છે. માલવાહક વાહનોમાં લોકોને લઇ જવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આવા તમામ બનાવોમાં વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. શહેરમાં રહેતા લોકોને પણ અપીલ છે કે બેંક કે એટીએમમાં જાઓ ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. લાઇનમાં ઉભા રહો ત્યાં પણ યોગ્ય અંતર જાળવો. શક્ય હોય ત્યાં સુધી હોમ ડિલિવરીની સુવિધા લેવી. પોલીસ સાથે કોઇ ઘર્ષણ નહી કરવા અપીલ. પોલીસ તમારી જ સુરક્ષા માટે છે માટે તેમને સહકાર આપો અને તેમની સુચનાનું પાલન કરો. પોલીસ સુચનાનું પાલન નહી કરવામાં આવે તો અમે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.


કોરોનાના સંકટ વચ્ચે રાહતના મોટા સમાચાર, પોરબંદર-દ્વારકાનાં તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા

નિઝામુદ્દીન મરકસમાં ગયેલા 103 લોકોની ઓળખ કરવામાં આવી છે. 34 નવા લોકોની ઓળખ કરવામાં આવી છે. આ તમામ રહેવાસીઓ અમદાવાદનાં છે. જે પૈકી 1નો ટેસ્ટ પોઝીટીવ છે જે મુળ યુપીનો રહેવાસી છે. 57 અમદાવાદ, 20 ભાવનગર, 12 મહેસાણા, 8 સુરત, 2 નવસારી, 4 બોટાદનાં રહેવાસી છે. lockdown ના અમલીકરણ માટે nss સહિત નિવૃત્ત પોલીસ કર્મચારીઓ પણ સેવા લેવામાં આવશે. અત્યાર સુધીમાં 103 મર્કઝવાળાની ઓળખ થઇ છે. આજે 19 નવા લોકોની ઓળખ કરવામાં આવી છે. જે તમામ અમદાવાદનમાંથી ઝડપાયા છે. તમામને ઝડપી લઇને ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube