Ahmedabad News : તારીખ 24 ડિસેમ્બર, રવિવારના રોજ એક જ દિવસમાં અમદાવાદ શહેર ખાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અંતર્ગત ફુલ 39 લોકો ઉપર FIR નોંધીને ધરપકડ કરવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસની ડ્રિંક એન્ડ ડ્રાઈવ પહેલા જ દિવસે સફળ થઈ. પરંતું ખુદ અમદાવાદ પોલીસ એવું સ્વીકારે છે કે, આ તો પોલીસ કર્મચારીઓ માટે જાહેર કરાયેલા ઈનામની અસર છે. અમદાવાદ પોલીસે ટ્વિટર પર લખ્યું કે, અમદાવાદ શહેરમાં દારૂ પીને ગાડી ચલાવનારની ધરપકડ કરનાર પોલીસ કર્મચારીને રૂપિયા 200 ના ઇનામની જાહેરાતની અસર જોવા મળી છે. પરંતું કમિશનર સાહેબ, શું પોલીસ કર્મીઓને ઈનામ વગર દારૂડિયા નહિ પકડાય. શું અમદાવાદના પોલીસ કર્મચારીઓને ઈનામ આપશો તો જ કામ કરશે. જો ઈનામ મળવાની લાલચમાં અમદાવાદ પોલીસ આટલું કામ કરી શકે છે, તો તેમને બારે મહિના દારૂ પીને છાટકા કરતા લોકો કેમ દેખાતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂડિયાને પકડવા પોલીસ માટે ઈનામ
અમદાવાદમાં દારૂ પીને ગાડી ચલાવી તો હવે ખેર નથી. નશામાં વાહન ચલાવનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાશે. દારૂડિયા ચાલકોને પકડવા પોલીસને પ્રોત્સાહન રાશિ મળશે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેરાત કરાઈ કે, પોલીસ કર્મચારીઓને 200 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. 


 


ગુજરાત પોલીસે છોડી મૂકયો એ ઈન્ટરનેશનલ ખેલાડી નીકળ્યો, હવે ગુજરાત થયું બદનામ


સુરતમાં દારૂ પકડાયો
ન્યૂ યરની પાર્ટી પહેલા ગુજરાતમાં અત્યારથી જ દારૂની રેલમછેલ થઈ રહી છે. સુરત જિલ્લા એલસીબીએ સપાટો બોલાવ્યો. એલસીબીની ટીમે કામરેજ ટોલનાકા પાસેથી સ્ટીલના બનાવટી બિલની આડમાં લઈ જવાતો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો. અશોક લે લેન્ડ બંધ બોડીના કન્ટેનરમાં જઈ રહેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો. વિદેશી દારૂની 14,172 બાટલીઓ, કન્ટેનર, મોબાઈલ રોકડ સહિત 36.64 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો. એલસીબીએ કન્ટેનર ચાલકને ઝડપી વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા.


અમદાવાદનો આ વર્ષનો ફ્લાવર શો હશે ખાસ, પહેલીવાર સૌથી લાંબી ફ્લાવર વોલ તૈયાર કરાશે