ઉદય રંજન/અમદાવાદ : જુહાપુરાના વિસ્તારમાં તલવાર લઈને લોકોમાં રોફ જમાવતા ફરતા 5 શખ્સોની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. વેજલપુર પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જુહાપુરામાં અમુક અસામાજિક તત્વો હથિયારો સાથે ફરી રહ્યા છે. જેથી પોલીસે તપાસ કરતા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ફારૂખ સાઈ નામનો આરોપી મળી આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રસાદ વગર ક્યાં સરકારી કામ થાય છે? તલાટી મંત્રીનો વાયરલ થઇ રહેલો ઓડિયો જરૂર સાંભળો


આરોપી સામે અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના ગુનાઓ નોંધાયા હોવાથી તેને પોલીસ શોધતી હતી પરંતુ તે પોલીસના હાથે લાગતો ન હતો. ત્યારે આરોપીની સાથે અન્ય 4 ઈસમો પણ ઝડપાયા પોલીસે તેઓની તપાસ કરતા 5 જેટલી તલવારો પણ મળી આવતા તમામ ઈસમોની ધરપકડ કરી હતી. ફારૂખ સાઈ પાસેથી એક દારૂની બોટલ પણ કબ્જે કરી પ્રોહીબિશન સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 


ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ અંગેના સૌથી મોટા સમાચાર, જુઓ ઘટતા કેસ વચ્ચે સરકારનો સૌથી મોટો નિર્ણય


આરોપી જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદનનો સાગરીત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે પોલીસે આ બાબતને નકારીને જણાવ્યું હતી કે ફારૂખ સાઈ અલગ ગેંગ ચલાવતો હતો..હાલતો આ મામલે વેજલપુર પોલીસે ફારૂખ સાઈ સહિત સાહિલ શર્મા, ગુલામ મોહમદ ઉર્ફે કાકા સમા, યુનુસ સંધી અને રફીક ઉર્ફે યુનુસ ખલિફાની નામના ઈસમોની ધરપકડ કરી છે. પકડાયેલા 3 આરોપીઓ ધોરાજી અને બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે ત્યારે તમામ આરોપીઓ જુહાપુરા વિસ્તારમાં હથિયારો સાથે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની ફિરાકમાં હતા કે કેમ તે દિશામાં વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube