ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં રથયાત્રા (Rathyatra 2021) નિકળશે કે કેમ તે બાબતને લઇને હજુ ભલે પ્રશ્નાર્થ હોય પરંતુ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) આ બાબતે કોઈ કાચું ન કપાય તે ધ્યાન રાખી રહી છે અને તેના માટે થઈને રથયાત્રા પૂર્વે પોલીસ (Police) પોતાના કામે લાગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રથયાત્રામાં (Rathyatra) પોલીસ એક મહિના પહેલાથી જ એક્ટિવ જોવા મળતી હોય છે. ત્યારે દરિયાપુર પોલિસે (Ahmedabad Police) આજે એસઆરપીની (SRP) ટુકડીને સાથે રાખી આશરે 200 જેટલા પોલીસ કર્મીઓની સાથે સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ (Patrolling) કર્યું હતુ. સંવેદનશીલ વિસ્તારમાં દિવસમાં બેથી ત્રણ વખત ફૂટ પેટ્રોલિંગ કરી ધાબા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો:- અમદાવાદના અનેક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ, 1 કલાકમાં અડધો ઈંચ વરસાદ


અંતિમ ઘડીએ જ્યારે રથયાત્રાનો જે પણ નિર્ણય આવે ત્યારે પોલીસ એલર્ટ રહેવી જોઈએ તે બાબતનો વિચાર કરીને શહેર પોલીસ રથયાત્રા નીકળવાની જ છે. તેમ માનીને હાલ તમામ પ્રકારની કામગીરી કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube