Ganesh Visarjan: આજે બજારમાં નિકળતાં પહેલાં જાણી લો કયા રૂટ રહેશે બંધ ? આ છે વૈકલ્પિક રૂટ
Ganesh Visarjan 2022: ગણપતિ વિસર્જન માટેના વાહનો સિવાયના વાહન વ્યવહાર માટે રસ્તો બંધ રહેશે. આ સાથે સાથે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં પોલીસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદમાં આજે ભારે ધૂમધામથી ગણેશ વિસર્જનન થશે ત્યારે ગણપતિ વિસર્જનને લઈને શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડયું છે. જેમાં બપોરે 1 વાગ્યા બાદ અમદાવાદ શહેરના કેટલાક રૂટ બંધ રહેશે. જયારે અમૂક વૈકલ્પિક રૂટ પર જાહેર કરવામાં આવ્યા છે. ગણપતિ વિસર્જન માટેના વાહનો સિવાયના વાહન વ્યવહાર માટે રસ્તો બંધ રહેશે. આ સાથે સાથે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં પોલીસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આજે ગણેશ વિસર્જનને લઇને રીવરફ્રન્ટ, ગીતા મંદિર થી પાલડી, કાલુપુર સહિતના રસ્તાઓને સામાન્ય વાહનવ્યવહાર માટે બપારના એક વાગ્યાથી બંધ કરવામાં આવશે.
ક્યાં રૂટ રહેશે બંધ ?
1 એસ.ટી. (ગીતામંદીર) થી જમાલપુર બ્રીજ ઉપર થઈ સરદારબ્રીજ થઈ પાલડી તરફ આવ-જા કરી શકાશે નહીં.
2 એસ.ટી. ગીતામંદીર થી રાયપુર ચાર રસ્તા થઇ સારંગપુર સર્કલથી રેલ્વે સ્ટેશનથી કાલુપુર ઇનગેટ તરફ અવર-જવર કરી શકાશે નહી.
3 રેલ્વે સ્ટેશનથી સારંગપુર સર્કલ થઇ કાગડાપીઠથી. રાયપુર ચાર રસ્તાથી આસ્ટોડીયા દરવાજાથી ખમાસા ચાર રસ્તાથી વિક્ટોરીયા ગાર્ડનથી એલીસબ્રીજ થી. ટાઉનહોલ સર્કલ સુધી આવ-જા કરી શકાશે નહી.
4 રિવરફ્રન્ટનો પશ્ચિમ માર્ગ :
વાડજ સ્મશાન ગૃહ કટથી શરુ થતો પશ્ચિમનો આંબેડકર બ્રીજ નીચે સુધીનો રીવરફ્રન્ટ જતો-આવતો રોડ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.
TVS એ છાનામાના લોન્ચ કરી દીધી બે ધાંસૂ સસ્તી બાઇક, કિંમત ફક્ત આટલી
5 રિવરફ્રન્ટનો પૂર્વ માર્ગ :
પીકનીક હાઉસ રિવરફ્રન્ટથી શરુ થઈ પુર્વનો આંબેડકર બ્રીજ નીચે થઇ રીવરફ્રન્ટ જતો-આવતો રોડ અવર જવર માટે પ્રતિબંબિત રહેશે.
વૈકલ્પિક માર્ગ
1.એસ.ટી. (ગીતામંદીર) થી જમાલપુર બ્રીજ નીચે (ચાર રસ્તા) થી ડાબી બાજુ બહેરામપુરાથી દાણિલીમડા ચાર રસ્તા થઈ જમણીબાજુ વળી આંબેડકરબ્રીજ થઇ અંજલી ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા થઇ આશ્રમ રોડ ઉપર આવ-જા કરી શકાશે.
2.એસ.ટી.થી ભુલાભાઇ ચાર રસ્તા થી કાંકરીચા ચોકી થઇ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઇ ઝઘડિયા ઓવરબ્રિજ થઇ અનુપમ સિનેમા થઇ ગોમતીપુર રેલ્વે કોલોની થઈ કાળીદાસ ચાર રસ્તા થઈ સરસપુર આંબેડકર હોલ થઇ કાલુપુર બ્રીજ થઇ રેલ્વે સ્ટેશન ઈનગેટ તથા નરોડા તરફ આવ-જા કરી શકાશે.
3.રેલ્વે સ્ટેશન થઇ કાલુપુર સર્કલ થઇ કાલુપુર બ્રીજ થઇ આંબેડકર હોલ થઇ માણેકલાલ મિલ થઇ કાળીદાસ ચાર રસ્તા થઇ ગોમતીપુર રેલ્વે કોલોની થઇ અનુપમ સિનેમા થઇ ગાયત્રી ડેરી થઇ ઝઘડિયાબ્રિજ થઈ. અપ્સરા સિનેમા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી બી.આર.ટી.એસ. રૂટ થઇ દાણિલીમડા ચાર રસ્તાથી સીધા આંબેડકર બ્રીજ થઇ અંજલી સર્કલથી પાલડી થઈ આશ્રમ રોડ ઉપર આવ-જા કરી શકાશે.
4.વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સર્કલ થઈ ઉસ્માનપુરા ચાર રસ્તા થઈ ઇન્કમટેક્ષ ઓવર બ્રીજ. મધ્ય ભાગ થઇ બાટા શો રૂમ ચાર રસ્તા થઇ ડિલાઇટ ચાર રસ્તા થઇ નહેરુબ્રીજ ચાર રસ્તા થઇ ટાઉન હોલચાર રસ્તા થઇ પાલડી ચાર રસ્તા થઈ મહાલક્ષ્મી પાંચ રસ્તા થઇ અંજલી ઓવર બ્રીજ મધ્ય ભાગ થઇ અવર જવર કરી શકાશે.
5. ડફનાળા થઈ શાહીબાગ અન્ડર બ્રિજ નમસ્તે સર્કલ દિલ્હી દરવાજા વીજળી ઘર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube