અમદાવાદઃ તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે શહેરમાં સુરક્ષાને લઈને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે શહેર પોલીસ દ્વારા સતર્કતાના ભાગે રૂપે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું.  મણિનગર રેલવે સ્ટેશન, બીગબાઝાર અને મણિનગર માર્કેટમાં સ્થાનિક પોલીસે, SOG અને BDDS ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો અને તેમના સામાનની તપાસવમાં આવ્યા તો આ સાથે જ ભીડભાળ વાળી જગ્યાઓ પર લોકોને સાવચેત રહેવા સૂચન આપી હતી. લોકોનો સામાન કેવી રીતે જઈ શકે છે તેનો લાઈન ડેમો આપવામાં આવ્યો હતો. 


નોંધનીય છે કે તહેવારો દરમિયાન જાહેર સ્થળોએ લોકોની અવર-જવર વધારે રહે છે. ત્યારે સુરક્ષાનું પણ ધ્યાન રાખવાનું હોય છે. જેથી પોલીસના જવાનો તહેવારોના દિવસોમાં લોકોની સુરક્ષાને લઈને વધારે સતર્ક બની જાય છે. તેના ભાગરૂપે ચેકિંગ અને ચકાસણી કરવામાં આવે છે.