મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના સરખેજ સાણંદ સર્કલ પાસેથી સીઆઇડી ક્રાઇમ અને રેલવે સંયુક્ત ટીમે ચોક્કસ બાતમીના આધારે 20 કિલોથી વધુ ગાંજો પકડ્યો છે. આ  ગાંજાના જથ્થાને સુરતથી લવાયો હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે. સાથેજ એક મહિલા સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધરપકડ કરવામાં આવેલ આરોપી લક્ષ્મણસંગ સોલંકી રીક્ષામાં ગાંજાના પાર્સલ લઇને જઇ રહ્યો હતો. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી મહિલાને ગાંજો લેવા આવતા જ ઝડપી લીધી હતી. હાલ પોલીસે ગાંજાના 10 જેટલા પેકેટ,બાઇક , રોકડ અને બે મોબાઈલ સહિત 2.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 


ખાખીની આબરૂ લજવાઇ: કોલેજ પાસે બેઠેલા પ્રેમી યુગલ પાસે વર્ધીધારીએ માગ્યા રૂપિયા



પોલીસ ગિરફતમાં આવેલી મહિલા આરોપી જશોદા સથવારા અમદાવાદના જ વટવા વિસ્તારમાંની રહેવાશી છે. મહિલાનો પતિ ન હોવાથી ગાંજો સપ્લાય કરતી હોવાનું સામે આવ્યું છે..જ્યારે પોલીસે તમામ વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.