ઉદય રંજન/અમદાવાદ : જો તમારો જન્મદિવસ છે, તમે અને તમારા મિત્રો જાહેર રોડ પર નાઈટ કરફ્યુ માં બર્થડે ની ઉજવણી કરી રહ્યા છો તો બર્થડે ઉજવણીનાં બીજા જ દિવસે તમારે જેલના સળીયા ગણવા પડે એવું પણ બને. કોરોના ગાઈડલાઈન જાહેર થયા બાદ રાત્રીમાં જન્મદિવસની ઉજવણી કરવીએ ગેરકાયદે બાબત છે. તેવામાં રાત્રી કર્ફ્યૂ છતા પણ જન્મ દિવસની ઉજવણીનો વધુ એક વિડીયો અમદાવાદના વટવા વિસ્તારનો વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ, રસીકરણ માટે ડોર ટુ ડોર સર્વેલન્સ કરાયું કાર્યરત


વાયરલ વિડીયોના અહેવાલ પ્રસારિત થતાની સાથે વટવા પોલીસ તપાસમાં જોડાઈ કે વિડીયો કોણે ઉતાર્યો, ક્યાંનો છે અને કોનો જન્મદિવસ હતો. તપાસમાં સામે આવ્યું કે, સરતાજ નગરનો વિડીયો હોવાનું સામે આવતા ટિમો રવાના કરાઈ. જેદ રહેમાન અન્સારીનો જન્મદિવસનો આ વીડિયો હતો. વિડીયોની અંદર અલગ અલગ યુવકો અલગ અલગ કેક અને ઘાતક હથિયાર એવા તલવારનો ઉપયોગ કરાયો હતો. 


Video બનાવવાના શોખે 11 વર્ષની બાળકીનો લીધો જીવ, ગળેફાંસો લાગતા મળ્યું મોત


વીડિયોમાં સ્પષ્ટ રીતે તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા અમુક શખશો નજરે પડી રહ્યા હતા. જેની વધુ તપાસ કરતા જેદ અન્સારીનાં મિત્ર રિઝવાન ઇકબાલ શેખ, આરબજ સેજાદ સૈયદ, મનસુરી અફસર નિસાર, રયાન નાસીરખાન પઠાણ, અસપાક મેહબૂબ ભાઇ સૈયદ, ઈમરાન મોહમ્મદ હુસેન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ નામના મિત્રો જુવાનીના જોશમાં આવી હોશ ખોઈને કોરોનાની મહામારીમાં અને નાઈટ કરફ્યુમાં પોલીસને પડકારતો જન્મદિવસની ઉજવની કરતો વિડીયો વાયરલ કર્યો હતો. સામે પક્ષે પોલીસે પણ આવા લબર મુછીયાઓને પણ કાયદાનું ભાન કરાવવા વિડીયો પરથી ઓળખ કરી ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા હતાં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube