ઉદય રંજન/ અમદાવાદ : યુગલ લગ્નગ્રંથી બંધાયએ પહેલા હાથકડીથી બંધાય ગયું છે. કોરોનાના કપરા સમયમાં અનેક લોકો બેકાર બન્યા છે. ત્યારે આ સમયનો લાભ ઉઠાવ્યો સુરતના એન્જિનિયર યુવાને લોકોને ડેટા એન્ટ્રી કરીને રૂપિયા કમાવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવિ પત્નીને પણ આ ધંધામાં જોડતા બંનેની ધરપકડ થઇ ચુકી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ ગિરફ્તમાં યુવક અને યુવતી લગ્નના પ્રવિત્ર બંધનથી બંધાયએ પહેલા બંનેના હાથમાં હાથકડી બંધાઈ ગઈ છે. કારણ કે કોરોનાના કારણે અનેક લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે બેકાર બનેલા સુરતના એન્જિનિયર યુવાન હાર્દિક વડાલીયાએ રૂપિયા કમાવવાનો નવો કીમિયો શોધી કાઢ્યો હતો. 


આરોપી હાર્દિક જોબ રિપ્લેસમેન્ટ વેબ સાઈટ પરથી નોકરી વાંચ્છુક યુવક યુવતીઓના નંબર મેળવતો અને ત્યાર બાદ તેમને ફોન કરીને ડેટા એન્ટ્રી કરી રૂપિયા કમાવવાની લાલચ આપતો હતો. જો કે પહેલા એક ડેમોસ્ટ્રેશનના ભાગ રૂપે હાથથી લખેલ પેજ મોકલી આપતો. જે એક સોફ્ટવેરમાં ટાઇપ કરી આપવા માટે કહેતો હતો. જો કે આ સોફ્ટવેર માટે તે સામે વાળા વ્યક્તિ પાસેથી માત્ર રૂપિયા 999 મેળવતો અને ત્યાર બાદ છેતરપિંડી કરતો હતો. 


આરોપી હાર્દિક વડાલીયાએ સિવિલ એન્જીનીયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેના આ આઈડિયામાં તેની મંગેતર રૂચિતા નારોલાને સામેલ કરી હતી. જે એલએલબીનો અભ્યાસ કર્યો છે. બંને આરોપીઓએ નોકરી વાંચ્છુક લોકોની ફોન કરવા માટે ચાર યુવતીઓને પણ નોકરીએ રાખેલ હતી. જ્યારે નોકરી માટે જરૂરિયાત મંદ લોકોના ડેટા તે જે તે વેબ સાઈટ પાસેથી રૂપિયા ચૂકવીને મેળવતો હતો. ત્યારે ગુજરાતના 1700 બેકાર યુવાન અને યુવતીને આ બંને છેતરી ચુક્યા છે.  જેની કુલ રકમ 17 લાખ થવા પામી છે. 


આરોપી હાર્દિક વડાલીયા એ અત્યાર સુધી માં ગુજરાત ભર માંથી 1700 લોકો ને ભોગ બનાવી ને રૂપિયા 17 લાખ પડાવ્યા છે. આરોપી ને જેલ ના સળિયા પાછળ ના જવું પડે તે માટે તે લોકો પાસે થી માત્ર 999 રૂપિયા ઉઘરાવી ને છેતરપિંડી કરતો હતો. જેથી કરીને આટલી નાની રકમ માટે કોઈ પોલીસ ફરિયાદ કરે નહિ. જ્યારે લોકો પાસે થી પૈસા મેળવવા માટે તેણે પરિવાર ના અલગ અલગ સભ્યો ના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતા.  જો કે અમદાવાદ સાયબર ક્રાઇમ ને ફરિયાદ મળતા સાયબર ક્રાઇમ એ પાંચ યુવતી અને એક યુવક એમ કુલ છ આરોપી ઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube