અમદાવાદીઓની ચોઈસ બદલાઈ : અર્ફોડેબલ નહિ, હવે કરોડોના ઘર જોઈએ, આ વિસ્તારોની બોલબાલા વધી
Property Investment In Gujarat : ગત 6 મહિનામાં અમદાવાદમાં જે ઘર વેચાયા તે મોટાભાગના 1 કરોડથી વધુની પ્રોપર્ટીના છે. ગત ત્રણ વર્ષમાં પ્રીમિયમ કેટેગરીના ઘરોના વેચાણમાં 4 ટકાનો વધારો આવ્યો
Ahmedabad Property Market : અમદાવાદીઓના ઘરનો શોખ હવે હાઈફાઈ બની રહ્યો છે. અમદાવાદીઓની લાઈફસ્ટાઈલ હવે કરોડપતિઓ જેવી બની ગગઈ છે. તેથી જ હવે અમદાવાદીઓ મોંઘા ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં એફોર્ડેબલ હાઉસિંગના વેચાણની ટકાવારીમાં ઘટાડો થયો છે. તેની સામે 1 કરોડથી વધુની કિંમતના ઘરના વેચાણમા વધારો થઈ રહ્યો છે. એટલે કે અમદાવાદીઓને હવે મોંઘા ઘર પસંદ આવી રહ્યાં છે.
અમદાવાદીઓને હવે મોંઘુ ઘર ગમે છે
પ્રોપર્ટી કન્સલટન્ટ નાઈટફ્રેન્ક દ્વારા અર્ધવાર્ષિક રિપોર્ટ જાહેર કરાયો છે. જાન્યુઆરીથી જુન સુધીના આ રિપોર્ટમાં અમદાવાદમાં 6 મહિનામાં પ્રોપર્ટીના લે-વેચ અંગેની માહિતી રજૂ કરવામાં આવી છે. આ રિપોર્ટ બતાવે છે કે, ગત 6 મહિનામાં અમદાવાદમાં જે ઘર વેચાયા તે મોટાભાગના 1 કરોડથી વધુની પ્રોપર્ટીના છે. ગત ત્રણ વર્ષમાં પ્રીમિયમ કેટેગરીના ઘરોના વેચાણમાં 4 ટકાનો વધારો આવ્યો છે. તો એફોર્ડેબલ હાઉસિંગના વેચાણની ટકાવારી ઘટી છે.
તુર્કીમાં ભયાનક કાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત, ભણવા માટે ગયા હતા
અમદાવાદીઓની લાઈફસ્ટાઈલ બદલાઈ
આ વિશે નાઈટફ્રેન્ડના મેનેજિંગ ડિરેક્ટર શશિર બૈજલ જણાવે છે કે, કોરોના મહામારી બાદ લોકોની લાઈફસ્ટાઈલ અચાનક બદલાઈ છે. પહેલા લોકો નાના ઘરમાં રહેવાનુ પસંદ કરતા હતા, પરંતું હવે મોટા ઘર પસંદ આવી રહ્યાં છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી અમદાવાદમાં શિફ્ટ થનારા લોકોનો વર્ગ મોટો છે. તેથી અમદાવાદમાં ગત 2-3 વર્ષમાં ઘરની માંગમાં વધારો થયો છે.
કરોડોમાં એક કિસ્સો : ગુજરાતી મહિલાના કૂખે અવતાર ફિલ્મ જેવુ વાદળી રંગનું બાળક જન્મ્યુ
કયા વિસ્તારો હોટ ફેવરિટ છે
એસજી હાઈવે, પ્રહલાદ નગર, બોપલ, થલતેજ, સાયન્સ સિટી હવે અમદાવાદીઓ માટે ઓલ્ડ ફેશન બન્યું છે. તેના કરતા હવે ગોતા, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ત્રાગડ જેવા વિસ્તારો અમદાવાદની પહેલી પસંદ બની રહ્યાં છે. એટલે એક સમયે પશ્ચિમ વિસ્તારોની બોલબાલા હતી, પરંતુ હવે લોકોને ઉત્તર અમદાવાદ પસંદ આવી રહ્યું છે. નવુ ઘર ખરીદનારા હવે ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ત્રાગડ, વૈષ્ણવદેવી આસપાસ ઘર લેવાનું વધુ પસંદ કરે છે. રિપોર્ટના આંકડા અનુસાર, ઉત્તર અમદાવાદમાં મકાનોનું વેચાણ 29 ટકાથી વધીને 33 ટકા થયું છે. તો પશ્ચિમ અમદાવાદમાં વેચાણ 26 ટકા પર સ્થિર થઈ ગયું છે.
રાજ્યસભામાં ભાજપ મોટો દાવ ખેલશે : ગુજરાતમાંથી આ નેતાને મળી શકે છે દિલ્હીમાં એન્ટ્રી
એર્ફોડેબલ ઘરની ડિમાન્ડ કેમ ઘટી
રિપોર્ટ અનુસાર, અમદાવાદીઓને હવે એર્ફોડેબલ હાઉસ પસંદ નથી આવી રહ્યાં. તેમનુ વેચાણ ઘટ્યું છે. પહેલા 2021 માં આ કેટેગરીનો શેર 70 ટકા હતો, જે ઘટીને 2023 માં 55 ટકા થયો છે. પહેલા જે લોકો 1 બીએચકે પસંદ કરતા હતા, તેઓ હવે 2 બીએચકેમાં જઈ રહ્યાં છે. તો જેઓ 2 બીએચકે પસંદ કરતા હતા, તેઓ હવે 3 બીએચકે તરફ વળ્યા છે.
તો બીજી તરફ અમદાવાદમા નવા પ્રોજેક્ટ્સનુ લોન્ચિંગ સતત વધી રહ્યું છે. જાન્યુઆરીથી જુન 2022 માં 10385 યુનિટ માટેના પ્રોજેક્ટ લોન્ચ થયા હતા. તેની સરખામણીએ 2023 માં 10556 યુનિટ માટેના પ્રોજેક્ટ લોન્ચ થયા છે.
અનાજથી વરતારો કાઢવાની અનોખી રીત : ધાન્યની વધ-ઘટથી થાય છે આગાહી