અમદાવાદ: PSI એ એક યુવતીને હોટલમાં બોલાવી કહ્યું તારો ફુલ બોડી ચેકઅપ કરવું પડશે અને પછી...
ક્રાઇમબ્રાન્ચ દ્વારા બળાત્કારનો પ્રયાસ કરવાના ગુનામાં એક પીએસઆઇની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પીએસઆઇ પર તપાસના નામે મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે.
અમદાવાદ : ક્રાઇમબ્રાન્ચ દ્વારા બળાત્કારનો પ્રયાસ કરવાના ગુનામાં એક પીએસઆઇની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પીએસઆઇ પર તપાસના નામે મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર એક નિવૃત પીએસઆઇની પુત્રી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રાઇમબ્રાંચમાં ફરજ બજાવતા પી.એસ.આઇ આર.આર મિશ્રાની ક્રાઇમબ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પીએસઆઇ પર આરોપ છે કે, તેમણે તપાસના નામે એક મહિલાને હોટલમાં બોલાવી હતી અને ત્યાર બાદ તેમના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલા ભાગી ગઇ હતી.
CM રૂપાણીએ કર્યાં સુરતના મહિલા તબીબના ઓનલાઈન વેડિંગના વખાણ
આ મુદ્દે પીએસઆઇ દ્વારા મહિલાને ધમકી પણ આપવામાં આવી હતી. ક્રાઇમબ્રાંચે તપાસ આ મુદ્દે આદરી હતી. ટેક્નિકલ પુરાવા મળવા ઉપરાંત એક સાક્ષી પણ મળી આવતા ક્રાઇમબ્રાંચ દ્વારા આરોપી પીએસઆઇની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે 7-10-2019 ના રોજ ફરિયાદી વાડજ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિના ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવવા માટે ગઇ હતી. ત્યારે તેની મુલાકાત પીએસઆઇ આર.આર મિશ્રા સાથે થઇ હતી. ત્યાર બાદ આરોપીનો નંબર લઇ બંન્ને વ્હોટ્સએપમાં વાત કરતા હતા.
વડોદરાના ચા વિક્રેતાનો વીડિયો વાયરલ, કારણ જાણીને તમને પણ થશે ગર્વ
જો કે મહિલા હિમ્મત કરી ભાગી ગઇ હતી. પહેલા તો આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. ત્યાર બાદ 15-7-2020 ના રોજ ફરિયાદની તપાસ ક્રાઇમબ્રાંચના એસીપી પોતે કરી રહ્યા હતા. હાલ તો પીએસઆઇની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ કેસમાં એક અન્ય પીએસઆઇની પણ સંડોવણીનો આરોપ લાગેલો છે. જેની તપાસ ક્રાઇમબ્રાંચ દ્વારા કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube