તેજસ દવે/મહેસાણા: એક ટ્રેન ચૂકી જતા એક વ્યક્તિએ પુરી ટ્રેનના પેસેન્જરના જીવ પડીકે બાંધી દીધા જી હા માત્ર એક ટ્રેન ચુકી જતા તે ટ્રેનને આગળના સ્ટેશનથી પકડવા ટ્રેનમાં બૉમ્બ હોવાનો ખોટો ફોન અમદાવાદ રેલવે કંટ્રોલમાં કર્યો અને પોલીસ હરકતમાં આવી ગઈ કોણ છે. આ વ્યક્તિ અને કઈ ટ્રેન પકડવા આ વ્યક્તિએ અમદાવાદ રેલવે કંટ્રોલમાં બૉમ્બ હોવાનો ખોટો ફોન કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CCTV: પાલઘર નજીક ડમ્પરે બસને અડફટે લેતા થયો ગોઝારો અકસ્માત, 2 બાળકોના મોત, 15 ઘાયલ


અમદાવાદથી ઉપડેલી જમ્મુ તવી એક્સપ્રેસમાં બૉમ્બ હોવાનો અમદાવાદ રેલવે કંટ્રોલમાં ફોન આવતા અધિકારીઓ હરકતમાં આવી ગયા. ઘટનાની ગંભીરતાને લઈ વચ્ચે આવતા તમામ રેલ્વે સ્ટેશન પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો. કંટ્રોલમાં ફોન આવ્યો ત્યારે ટ્રેન કલોલ ક્રોસ કરી ચૂકી હતી. જેથી તે ટ્રેનને મહેસાણા રેલ્વે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. મહેસાણા એસપી, ડીવાયએસપી, એલસીબી, એસોજી સહિત પોલીસ કર્મીઓ રેલવે સ્ટેશન આવી ગયા હતા. ટ્રેન આવતા જ ડોગ સ્કોડ દ્વારા ટ્રેનમાં તપાસ કરવાનું શરૂ કર્યું અને બે કલાકની તપાસ બાદ ટ્રેનમાં કંઈ પણ વાધાજનક વસ્તુ ન હોવાની જાણ થઈ.


નરેન્દ્ર મોદીની 'રામ પ્રતિજ્ઞા'! જ્યારે ટેન્ટમાં હતા રામલલા, ત્યારે લીધો હતો સંકલ્પ


બીજી તરફ ટ્રેનમાં એક લાવારીશ બેગ મળી આવી હતી. આ બેગ પોલીસને આરોપી સુધી પહોંચાડવા મદદરૂપ થઈ કંટ્રોલ રૂમમાં આવેલ ફોન અને બેગની અંદરથી મળી આવેલ પાર્સલ પર રહેલ નંબરને ટ્રેસ કરતા પહેલા આ નંબર મહેસાણા રેલ્વે સ્ટેશન એક્ટિવ બતાવ્યો હતો. ત્યારબાદ ફોન બંધ થતા પોલીસને શંકા ગઈ ત્યારબાદ આ નંબરોની તપાસ કરતા મોબાઈલ સર્વેલન્સના આધારે આ વ્યક્તિ ઊંઝા રેલ્વે સ્ટેશન હોવાનું સામે આવ્યું હતું.


Upcoming Movies in 2024: આ દમદાર ફિલ્મો પડાવશે બૂમ, જાણો કઇ ફિલ્મ ક્યારે રિલીઝ થશે


ઊંઝા રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા આ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. અમિતસિંઘ નામનો આ વ્યક્તિ અમદાવાદથી જોધપુર જવા નીકળ્યો હતો અને ટ્રેન ચૂકી જતા તેને આ ફોટો ફોન કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. પોલીસની સતર્કતાને લઈ મહેસાણા પોલીસે આરોપીને ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો. 


અહીં યુવાઓને સામેથી મહિને લાખો રૂપિયા પગારની નોકરીઓ થાય છે ઓફર, આ છે શરત


પોલીસ પકડમાં ઉભેલા આરોપીનું નામ અમિતસિંઘ જબારસિંઘ પાનવાર છે. આરોપી અમદાવાદ ખાતે રહેતો હતો. આર્થિક સકડામણોમાં હોવાને કારણે અમિત પોતાના વતન જોધપુર જવા રવાના થયો હતો. જ્યાં તેનો પરિવાર રહે છે.પોલીસ પૂછપરછમાં આરોપી આર્થિક મુશ્કેલીમાં હોવાને કારણે પોતાનું જીવન ટૂંકાવા જોધપુર જઈ રહ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું અને પોલીસ દ્વારા જ્યારે તેના બેગની તપાસ કરવામાં આવી અને તેમાં રહેલ પાર્સલ ચેક કરવામાં આવ્યું ત્યારે તેમાંથી લિક્વિડ પેસ્ટીસાઈડની બોટલ પણ મળી આવી હતી એટલે આરોપી આર્થિક સકડામણના કારણે પોતાનું જીવન ટૂંકાવા જઈ રહ્યો હતો.


વડોદરાના રામભક્તનો અનોખો પ્રયાસ; પિત્તળની તકતીઓ પર રામાયણના શ્લોકનું કર્યું કોતરકામ


બેગ ટ્રેનમાં મૂકી નીચે ઉતર્યો અને ટ્રેન ચૂકી જતા તેને આ ટ્રેન પકડવા ટ્રેન માં બૉમ્બ હોવાનો ખોટો ફોન અમદાવાદ રેલવે કંટ્રોલમાં કર્યો હોવાનું કબૂલ કર્યું હતું. અમિતસિંઘના આ કૃત્યને લઈ  અનેક લોકોના જીવ પડીકે બંધાયા હતા પરંતુ ગણતરીના સમયમાં મહેસાણા પોલીસ આરોપી સુધી પહોંચી તેને ઝડપી પાડ્યો સાથે સાથે જીવન ટૂંકાવા જઈ રહેલ આરોપીને પકડીને તેનો જીવ પણ બચાવ્યો હતો.  


Startup Gujarat: ધંધો કરી કરો ધરખમ કમાણી! તમે સપના જુઓ, સાકાર કરશે ગુજરાત સરકાર


આમ મહેસાણા પોલીસની સમયસૂચકતા અને સતર્કતા દ્વારા રેલવે કંટ્રોલમાં ખોટો ફોન કરનાર આરોપીને ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો અને સમગ્ર મામલે જે ખુલાસો થયો તે જોતા પોલીસ ની કામગીરીથી એક માણસનો જીવ પણ બચ્યો હાલમાં રેલવે પોલીસ દ્વારા અમિતસિંઘ વિરુદ્ધ ગુનો વધુ કાર્યવાહી હાથ ધરી છે.