Ahmedabad Rain : વરસાદમા ન્હાવાનું કોઈને ન ગમે. એવુ કોઈ નહિ હોય જેને વરસાદમાં ન્હાવુ નહિ ગમતુ હોય. પરંતુ જો તમે અમદાવાદમાં રહો છો, અને તમે અમદાવાદના વરસાદમાં રોજ ભીંજાવો છો ચેતી જજો. કારણ કે અમદાવાદના વરસાદમાં ન્હાવુ એટલે ઝેરમાં ન્હાવા જેવું છે. અમદાવાદનો વરસાદ ઝેરીલો છે. તે તમને ચામડીના એવા રોગ આપશે જે આજીવન ઘર કરી જશે. કારણ કે, અમદાવાદના વરસાદમાં ખતરનાક કેમિકલ ભળેલા હોય છે. આ અમે નહિ, એક્સપર્ટસનું કહેવું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના વરસાદમાં કેમિકલ હોય છે 
એક્સપર્ટસનું કહેવુ છે કે, અમદાવાદમાં પડતા વરસાદમાં સલ્ફયુરિક અને નાઈટ્રિક એસિડ જેવા હાનિકારક તત્વો હોય છે. તેથી અમદાવાદના વરસાદમાં ન્હાવાનું ટાળવુ જોઈએ. વધુ AQI ના કારણે વરસાદમાં ટોક્સિક એસિડ ભળેલા હોય છે, જેને કારણે વરસાદમાં નાહવાથી ઈચિંગ, તાવ, સ્કીન ડિસીઝ, એલર્જી અને શ્વાસની તકલીફો વધુ થાય છે. 


ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે મોટા સમાચાર, જુલાઈનો વરસાદ આ દિવસે લેશે બ્રેક


પહેલા કે બીજા વરસાદમાં તો ક્યારેય ન ન્હાતા 
પહેલો વરસાદ આવવાની સાથે જ લોકો ન્હાવાની શરૂઆત કરી દે છે. તો કેટલાક એવા છે જે દરેક વરસાદમાં ભીંજાય છે. આજકાલ લોકો રેઈનકોટ પહેરવાનો કે રાખવાનો આગ્રહ નથી ધરાવતા. આવામાં તેઓ પલળતા જ ઘર કે ઓફિસ જતા હોય છે. પરંતુ જો તમે આવુ કરતા હોય તો ચેતી જજો. આવુ કરવું તમારા શરીર માટે જોખમી સાબિત થઈ શકે છે.


કેનેડામાં સસ્તામા ભણવાના ઢગલાબંધ ઓપ્શન, ઓછી ફીમાં ભણવે છે સૌથી સસ્તી યુનિવર્સિટીઓ


તો પછી કયા વરસાદમાં ન્હાવું 
કારણ કે, અમદાવાદમાં પડતા વરસાદમાં સલ્ફ્યુરિક અને નાઈટ્રિક એસિડ જેવા ઘણા હાનિકારક તત્વો હોય છે. જેથી અમદાવાદના વરસાદમાં ન્હાવાનું ટાળવુ જોઈએ. કારણ કે, વરસાદમાં ભળેલા નાઈટ્રિક એસિડ તત્વોને કારણે શરીરમાં અનેક રોગ ઘર કરી જાય છે. જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધરે ત્યારે વરસાદમાં ન્હાઈ શકાય છે. 


હવે એ જાણી કે, આવુ કેમ થાય છે, કેમ અમદાવાદના વરસાદમાં ઝેર હોય છે. તો જાણી લો કે, અમદાવાદમાં ઈન્ડસ્ટ્રીયલ એરિયા હોવાને કારણે પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય છે. વરસાદમાં ભળેલા હાનિકારક તત્વો, ક્લાયમેટ ચેન્જની અસર અને ચોમાસામાં ભરાયેલા પાણીને કારણે અનેક સમસ્યાઓ પેદા થતી હોય છે. 


કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા