ઉદય રંજન, અમદાવાદ: પોલીસ (Police) અધિકારીઓ જો નિપુણતા થી ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરે તો દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આવો જ એક દાખલારૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં હત્યાની કોશિશની ફરિયાદ આપનાર વ્યક્તિ જ ખોટો નીકળ્યો અને મિત્ર સાથે જતા જતા નશામાં હોવાથી અકસ્માત થતા મિત્રનું મૃત્યુ થયું હોવાનો રાઝ પોલીસે તપાસમાં ખુલી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી હા ફિલ્મ સ્ટોરીને આંટી મારે એવી ઘટના શહેરના રામોલ પોલીસ સ્ટેશન (Police Station) ના ચોપડે નોંધાઈ છે. રામોલ પોલીસે (Police) ચેતન શ્રીમાળી નામના વ્યક્તિ સામે ગફલતભરી રીતે વાહન હંકારી મૃત્યુ નિપજાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. બે મહિના પહેલાં ચેતન તેના મિત્ર સુનિલ ને બાઇક પર બેસાડી રામોલ વિસ્તારમાં આવેલા બ્રિજ પરથી પસાર થતો હતો. ત્યારે અચાનક તેની પાસે શખશો આવ્યા અને તેઓએ હથિયારથી હુમલો કરતા બને મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા અને બંનેને સારવાર હેઠળ ખસેડાયા હતા. જ્યાં ચેતન એ નિવેદન પણ નોંધાવ્યું અને હત્યા (Murder) ની કોશિશની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે પોલીસ (Police) ને ચેતનની વાત પર ભરોસો નહોતો. જેથી તેને સ્થળ તપાસ માટે લઈ જવાયો અને ઉલટ તપાસ શરૂ કરી. ઉલટ તપાસ અને પોલીસે (Police) શાણપણ વાપરી પૂછપરછ કરી તો ચેતન જ નીકળ્યો આરોપી હતો.

Police Constable બન્યો બુટલેગર: કોરોનાકાળમાં દમણથી દારૂની ટ્રીપ મારતા ઝડપાયો


હકીકત એવી સામે આવી કે ચેતન અને તેનો મિત્ર દારૂ પીને બાઇક લઈને જતા હતા. વરસાદ પડતા બાઇક સ્લીપ ખાઈ ગયું અને તેમાં બ્રિજની દીવાલ અને રેલિંગ સાથે બને અથડાયા હતા. બાદમાં બંનેને સારવાર અર્થે ખસેડાયા પરંતુ ત્યાં ચેતન હોશ માં નહોતો. અને તેના પર કાર્યવાહી થશે તેવો ડર લાગ્યો હતો. જેથી તેણે અજાણ્યા શખશો આવ્યા અને હુમલો કરી હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવી હતી. પણ પોલીસ કઈ મૂર્ખ નહોતી. શરૂઆતથી જ ચેતનની વાત પર અવિશ્વાસ આવતો હતો. જેથી પોલોસે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું.


નિવેદનમાં અલગ અલગ વાતો, સ્થળ પર લઈ જતા અલગ અલગ વાતો સામે આવતા પોલીસે (Police) યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ચેતન એ પીધેલી હાલતમાં ગફલતભરી રીતે બાઇક હંકારતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં તેના મિત્રનું સારવાર દરમિયાન મૃત્યુ પણ થયું હતું. જેથી પોલીસે હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવનાર સામે જ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

Nitin Patel એ કહ્યું, 'ગ્રામ્ય વિસ્તારો ડ્યૂટી ન કરવી હોય તો બોન્ડની શરતો મુજબ 40 લાખ જમા કરાવો'


અનેક વાર એવું બનતું હોય છે કે કેટલાક લોકો ગભરાઈ જતા હોવાના કારણે અથવા  સામે પક્ષના લોકો સાથે બદલો લેવા ખોટી ફરિયાદ નોંધાવતા હોય છે. પણ પોલીસ આ જ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરી હકીકત સામે લાવતી હોય છે. જેથી આવા લોકો માટે અને પોલીસ વિભાગ (Police Department) માટે આ દાખલારૂપ કિસ્સો સાબિત થયો છે. આવનાર દિવસોમાં આરોપીની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube