અમદાવાદ બળાત્કાર કેસઃ મુખ્ય આરોપી ગૌરવ ક્રાઇમબ્રાંચ સમક્ષ થયો હાજર
આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. કેસની પીડિતા યુવતીએ પણ આજે પત્રકાર પરિષદ યોજી હતી.
અમદાવાદઃ સેટેલાઇટ ગેંગરેપ કેસનો મુખ્ય આરોપી ગૌરવ દાલમીયા ક્રાઇમબ્રાંચ સમક્ષ હાજર થયો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલો બીજો આરોપી વૃષભ મારુ હજુ પોલીસ પકડથી દૂર છે. ઉપરાંત આ કેસમાં ઉલ્લેખ કરાયેલી યામિની નાયર નામની યુવતીને માત્ર નિવેદન લઇ જવા દેવામાં આવી હતી. ચાલુ કારમાં ગેગરેપ કરવાની ગંભીર ઘટનામાં ફરિયાદના 4 દિવસ બાદ પણ પોલીસ યામિની નાયરની પૂછપરછ બાદ પણ કોઇ નક્કર દિશા નક્કી કરી શકી નથી.
યામિની અને પીડિતાને ગૌરવ સાથે કરવા હતા લગ્ન
આ કેસની અંદર એવું પણ ષડયંત્ર હોવાનું બહાર આવ્યું છે કે, ભોગ બનેલી યુવતી અને આરોપી યુવતી યામિની નાયરના એક જ યુવાન ગૌરવ દાલમિયા સાથે પ્રેમ સંબંધ હતા. તેમજ બન્ને યુવતીઓ ગૌરવ સાથે લગ્ન કરવા માગતી હતી. જેને લઈને યામિની અને પીડિતા વચ્ચે ખટરાગ પેદા થતા યામિનીએ પોતાના બોયફ્રેન્ડને પતિ બનાવવા માટે ભોગ બનેલી યુવતીને ગૌરવથી દૂર કરવા માટે ગેંગરેપનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
અમદાવાદ બળાત્કાર કેસઃ પીડિતાએ ક્રાઇમબ્રાન્ચના જે.કે. ભટ્ટ સામે લગાવ્યા ગંભીર આરોપ
ગૌરવના પીડિતા સાથેના સંબંધો પૂરા કરાવવા માગતી હતી યામિની
જેના કારણે યામિનીએ ભોગ બનેલી યુવતીના પોતાના બોયફ્રેન્ડ સાથેના સંબંધો પુરા કરાવીને ગૌરવ સાથે લગ્ન કરવા માગતી હતી. પોલીસ તપાસમાં પણ ભોગ બનેલી યુવતી અને યામિની બન્ને પોતાના પ્રેમીને બચાવી અન્ય આરોપીઓને ફસાવવા માટે પ્રયાસો કરી રહી છે.