આશ્કા જાની/ અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rath Yatra 2021) નીકળશે કે નહીં તે અંગે હજી અટકળો ચાલી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Rupani) અધ્યક્ષામાં કેબિનેટ બેઠક મળી હતી. ત્યારબાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ (Pradipsinh Jadeja) કહ્યું હતું કે, રથયાત્રા (Rath Yatra) અંગે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે, રથયાત્રાને (Rath Yatra) લઇને ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનના વાઘા માટે કાપડ ગોકુળ (Gokul), મથુરાથી (Mathura) મંગાવવામાં આવ્યું છે. વાઘા પર જરડોશી, પેચ અને કુંદન વર્ક કરવામાં આવશે.


આ પણ વાંચો:- પ્રથમ ગ્રાસે મક્ષિકા : ભરૂચમાં 150 કાર્યકર્તાઓએ ભાજપ છોડી AAP ની ટોપી પહેરી


ભગવાનની પાઘડીમાં પણ વિવિધતા જોવા મળશે. મુઘટ પાઘ, રજવાડી પાઘ, મોરપીંજ પાઘ સાથે પ્રથમ વખત ભગવાન ગુજરાતી બાંધેજ પાઘડીમાં પણ જોવા મળી શકે છે. જેના માટે બાંધણી ખરીદી લેવામાં આવી છે. ભગવાનના વાઘા વિવિધ રંગના જોવા મળશે. જેમાં ભગવાનને પ્રિય તેવા લાલ, લીલા, વાદળી, પીળા અને આસમાની જેવા રંગો હશે.


આ પણ વાંચો:- Online DL કઢાવવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જજો, નહીતર RTO ના બદલે ખાવા પડશે પોલીસ સ્ટેશનના ધક્કા


આ વર્ષે રથયાત્રાના દિવસે ભગવાન રજવાડી વેશ ધારણ કરશે. ભગવાન માટે 6 જોડી વાઘા તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં વિવિધ વર્ક જોવા મળી શકે છે. ભગવાન આ વર્ષે શેરવાની જેવા વાઘા પહેરી ભક્તોને દર્શન આપશે. ભગવાન અમાસના દિવસે લીલા રંગના વાઘા ધારણ કરશે.


આ પણ વાંચો:- ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલના ત્રાસથી કંટાળેલો યુવક ચીઠ્ઠી લખીને ગુમ થયો


અખાત્રીજના દિવસે મુહૂર્ત કર્યા બાદ ભગવાનના વાઘા બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ વર્ષે સુનિલભાઈની સાથે અન્ય 7 લોકો મળી ભગવાનના વાઘા તૈયાર કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube