રથયાત્રાના દિવસે હેરાન ના થવું હોય તો એક ક્લિકમાં જાણો કયો રૂટ ચાલું અને કયો બંધ
રથયાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ સાથે રથયાત્રાના રૂટનો રસ્તો રાતે 2 વાગ્યાથી બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી રથયાત્રા નીજમંદિરે ન પહોંચે ત્યાં રસ્તો બંધ રહેશે.
ઝી બ્યુરો/અમદાવાદ: જગન્નાથજીના 145મી રથયાત્રા દરમિયાન શહેરીજનોને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના માટે વિશેષ આયોજન કરાયું છે. જગન્નાથની રથયાત્રાને લઈને અમદાવાદમાં સંપૂર્ણ તૈયારીઓ કરી લેવાઇ છે. રાજ્ય પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે શુક્રવારે રથયાત્રાનાં દિવસે કયા-કયા રૂટ બંધ રહેશે.
રથયાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ સાથે રથયાત્રાના રૂટનો રસ્તો રાતે 2 વાગ્યાથી બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી રથયાત્રા નીજમંદિરે ન પહોંચે ત્યાં રસ્તો બંધ રહેશે.
પ્રતિબંધિત રૂટ
- શુક્રવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સવારે જમાલપુરથી ખમાસા આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર ભગવાનનાં મોસાળમાં જતી હોય છે.
- જ્યારે પરત ફરતી વખતે સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક, દાણાપીઠથી ખમાસા થઈને નિજ મંદિરે પરત ફરતી હોય છે. - ત્યારે રથયાત્રાના દિવસે આ તમામ રૂટો બંધ રાખવામાં આવશે.
- જેના કારણે વાહનચાલકોને અન્ય રૂટ પરથી પસાર થવાનું રહેશે.
- આ રૂટ પર 'નો પાર્કિંગ ઝોન' પણ જાહેર કરવામાં આવ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube