ઝી બ્યુરો/અમદાવાદ: આવતી કાલે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળવાની છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. બે વર્ષ પછી ભગવાનની રંગેચંગે રથયાત્રા નીકળવાની હોવાથી મોસાળ સરસપુરમાં પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં ભક્તો માટે 14 રસોડાં બનાવવામાં આવ્યા છે. જ્યાં ફૂલવડી અને મોહનથાળ તૈયાર થઈ રહ્યો છે. આ પ્રસાદ ભક્તોને પ્રેમથી પીરસી શકાય તેવી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અત્યારે સરસપુર મંદિરે પહોંચતાં જ વિવિધ પકવાનોની મહેક આવી રહી છે. ભગવાનની 145મી રથયાત્રાથી શહેરમાં ભક્તિમય વાતાવરણ બની ગયું છે.


આવતીકાલે જગતના નાથ ભગવાન ભાગન્નાથની 145મી રથયાત્રાને લઇ શહેરમાં ભક્તિમય વાતાવરણ બન્યું છે. ભગવાન જયારે નિજ મંદિરેથી નીકળી સરસપુર પહોંચશે, ત્યારે પ્રભુ અને તેમની સાથે આવેલા ભક્તોની આગતાસ્વાગતા માટે સરસપુરવાસીઓ તૈયાર છે. મામાના ઘરે સરસપુરમાં હાલ રાત દિવસ 14 રસોડા ધમધમી રહ્યા છે, જ્યાં ભગવાન જગન્નાથજી અને તેમના ભક્તો માટે ક્યાંક ફૂલવડી તો ક્યાંક મોહનથાળ સહિતની વાનગીઓ બનાવવામાં આવી રહી છે. દરેક જગ્યાએ ભોજન પ્રેમથી પીરાય તે માટેની તૈયારીઓ પૂજોશમાં ચાલી રહી છે. 


સામાન્ય રીતે સરસપુર ખાતે આવેલા નાના મોટા રસોડામાં બે દિવસ પહેલાંથી જમવાનું બનાવવાનું શરૂ કરવામાં આવે છે. જેમાં બે દિવસ પહેલા બુંદી અને મોહનથાળ બનાવીને તૈયાર કરવામાં આવે છે. આગલા દિવસે એટલે કે આજથી પુરી બનાવવાની શરૂઆત કરવામાં આવે છે અને વહેલી સવારે ચાર વાગ્યે શાક બનાવવાની શરૂઆત કરવામાં આવે છે. 10 વાગ્યાથી ભક્તોનો ધસારો શરૂ થતાની સાથે જ જમણવાર શરૂ કરી દેવામાં આવે છે.


વહેલી ભગવાનનો રથ ખેંચીને આવતા ખલાસીઓ માત્ર ખલાસીઓ ત્યાં જ પ્રસાદ લેતા હોય છે. ખલાસીઓ માટે ખાસ અલગથી વડવાળો વાસ ખાતે જમણવારનું આયોજન કરવામાં આવે છે. જેમાં માત્ર ખીચડી અને શાક જ બનાવવામાં આવે છે.


નોંધનીય છે કે, આવતી કાલે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળવાની છે. તે પહેલાં આજે ભગવાનને સોનાવેશમાં સજ્જ કરવામાં આવ્યા. નગર ચર્યાએ નીકળતા પહેલા ભગવાનના સોનાવેશમાં ભક્તો અને શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી. વર્ષમાં ફક્ત એક વખત જ ભગવાન સોનાના વાઘા અને આભૂષણોથી સજ્જ થાય છે. આથી ભક્તો ભગવાનના સોનાવેશના દર્શન કરી ધન્યતા અનુભવે છે. યજમાન દ્વારા સોનાવેશનું પૂજન કરવામાં આવ્યું અને ત્યાર બાદ ભગવાનને સોનાવેશ અર્પણ કરવામાં આવ્યા. ભગવાનના સોનાવેશના સુંદર અને મનોહર દર્શન માટે દૂર-દૂરથી ભક્તો ઉમટ્યા હતા..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube