અમદાવાદના આ રસ્તાઓ પરથી પસાર થશે રથયાત્રા, જાણી લો રુટ અને કયા રસ્તાઓ બંધ રહેશે
આવતીકાલે અષાઢી બ્રિજના દિવસે અમદાવાદની ગલીઓ વચ્ચેથી રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ત્યારે શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી આ દિવસની રાહ જોતા હોય છે. જમાલપુરમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરથી નીકળનારી 142મી રથયાત્રાને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. રથયાત્રામાં 25 હજાર પોલીસ કર્મચારી ખડેપગે રહેશે. 22 કિલોમીટરની રથયાત્રા રૂટમાં બોમ્બ સ્કોડ અને એનએસજી કમાંડોની ટીમ પણ હાજર રહેશે. તો 45 સ્થળોએ 94 સીસીટીવી કેમેરાથી રથાયાત્રા પર નજર રખાશે. ત્યારે રથયાત્રાનો રુટ શું રહેશે અને રથયાત્રાને પગલે આવતીકાલે કયા કયા રસ્તા બંધ કરવામાં આવ્યા છે તેની માહિતી અમદાવાદ પોલીસે આપી હતી.
અમદાવાદ :આવતીકાલે અષાઢી બ્રિજના દિવસે અમદાવાદની ગલીઓ વચ્ચેથી રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ત્યારે શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી આ દિવસની રાહ જોતા હોય છે. જમાલપુરમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરથી નીકળનારી 142મી રથયાત્રાને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. રથયાત્રામાં 25 હજાર પોલીસ કર્મચારી ખડેપગે રહેશે. 22 કિલોમીટરની રથયાત્રા રૂટમાં બોમ્બ સ્કોડ અને એનએસજી કમાંડોની ટીમ પણ હાજર રહેશે. તો 45 સ્થળોએ 94 સીસીટીવી કેમેરાથી રથાયાત્રા પર નજર રખાશે. ત્યારે રથયાત્રાનો રુટ શું રહેશે અને રથયાત્રાને પગલે આવતીકાલે કયા કયા રસ્તા બંધ કરવામાં આવ્યા છે તેની માહિતી અમદાવાદ પોલીસે આપી હતી.
MLAને આબુ લઈ જવાના કોંગ્રેસના નિર્ણય બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કર્યો મોટો ધડાકો
રથયાત્રાનો રુટ
જમાલપુર દરવાજા બહારથી જગન્નાથ મંદિરથી સવારે રથયાત્રા નીકળી જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ગોળલીમડા, આસ્ટોડીયા ચકલા, મદનગોપાળની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જૂની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રીજ થઈને સરસપુર જશે.
બપોરે સરસપુરમાં વિશ્રામ કર્યા બાદ રથયાત્રા સરસપુરથી નીકળી કાલુપુર બ્રિજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઓતમપોળ, આર.સી.હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, ફુંવારા, ચાંદાલાઓળ, સાંકડી શેરીના નાકેથી થઈ માણેકચોક દાણાપીઠ, ગોળલીમડા, ખમાસા, જમાલપુર ચકલાથી શ્રી જગન્નાથ મંદિર રથયાત્રા પરત ફરશે.
રસ્તાઓ રહેશે બંધ
અમદાવાદ પોલીસે રથયાત્રાને પગલે કયા કયા રસ્તા બંધ રહેશે તેની પણ જાહેરાત કરવામાં આવી છે. આવનજાવન માટે કયા વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ જણાવવામાં આવ્યું છે. મોટાભાગના રસ્તાઓ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેવાના છે.
(અમદાવાદ પોલીસે ટ્વિટર પર જાહેર કરેલ આ રુટના ઈમેજ મુજબ જ્યાં લાલ લાઈન છે તે રસ્તાઓ આવતીકાલે રથયાત્રા હોઈ બંધ રહેશે, અને ગ્રીન લાઈન દર્શાવતા રસ્તાઓ અવરજવર માટે ઉપયોગમાં લઈ શકાશે.)