અમદાવાદ રાઈડ અકસ્માતને કારણે એક માસુમનો પગ કપાયો, હવે આજીવન અપંગ બનીને રહેવું પડશે
કાંકરિયા રાઈડ અકસ્માતે બે આશાસ્પદ જિંદગીઓનો ભોગ લીધો છે. તેમજ 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં તીર્થ ભાવસાર નામના કિશોરની હાલત બહુ જ નાજુક છે. ICUમાં એડમિટ આ યુવકને રાઈડ અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવવો પડ્યો છે. એટલું જ નહિ, તેના જમણા પગમાં પણ સળિયા નાંખવામાં આવ્યા છે.
અતુલ તિવારી/અમદાવાદ :કાંકરિયા રાઈડ અકસ્માતે બે આશાસ્પદ જિંદગીઓનો ભોગ લીધો છે. તેમજ 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં તીર્થ ભાવસાર નામના કિશોરની હાલત બહુ જ નાજુક છે. ICUમાં એડમિટ આ યુવકને રાઈડ અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવવો પડ્યો છે. એટલું જ નહિ, તેના જમણા પગમાં પણ સળિયા નાંખવામાં આવ્યા છે.
તીર્થ 15 વર્ષનો કિશોર છે. તેના પિતા કે.સી. ભાવસારે જણાવ્યું કે, અમને મેયર અને હોસ્પિટલનો સારો સાથ સહકાર મળ્યો. મારો પુત્ર હાલ ICUમાં સારવાર હેઠળ છે. મારા પુત્રની હાલ સ્થિતિ સુધરી રહી છે, પરંતુ મારા પુત્રનું શું હવે તે મોટો પ્રશ્ન છે. હું ઈચ્છું છું કે, મને લેખિતમાં મારા બાળકના ભવિષ્યનો ભરોસો આપવામાં આવે. મારો પુત્ર ખૂબ જ ગંભીર બેદરકારીનો શિકાર બન્યો છે. આ ઘટનામાં મારા પુત્રનો એક પગ કાપવો પડ્યો છે.
ઠાકોર સમાજમાં 12 વિચિત્ર નિયમોનુ ફરમાન, દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો પિતાને 1.50 લાખનો દંડ
તેમણે કહ્યું કે, બીજીવાર આ ઘટના ના બને તે ધ્યાન રાખવું જોઈએ. આ રાઈડ અકસ્માતમાં મારી દીકરી, જમાઈ અને પુત્ર અને ભાણીને પણ ઇજા પહોંચી છે. બાકીનાને કમર, પગ અને હાથમાં ઇજાઓ છે, પણ તેઓની સ્થિતિ પણ સ્થિર છે. પણ મારા પુત્રનો ડાબો પગ કાપવો પડ્યો છે અને જમણામાં ફ્રેક્ચર થયું છે. હાલ તેની હાલત નાજુક છે. આ ઘટનામાં બેદરકારી કરનાર સામે કડક પગલાં લેવા જોઈએ.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :