અતુલ તિવારી/અમદાવાદ :કોરોના મહામારીને ગુજરાતમાં છ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે હવે જનજીવન સામાન્ય બનતુ દેખાઈ રહ્યું છે. લોકોની ગાડી હવે પાટા પર આવી રહી છે. આવામાં અનલોક 5 માં લગભગ બધુ જ ખૂલી ગયું છે. આવામાં અમદાવાદનું રિવરફ્રન્ટ (ahmedabad riverfront) પણ ખૂલી ગયું છે. અમદાવાદ રિવરફ્રન્ટના દરવાજા ખુલ્લા કરાતા લોકો વહેલી સવારે પહોંચી ગયા હતા.   


આ પણ વાંચો : મથુરાની જેમ ગુજરાતમાં ઉજવાશે દિવાળી, ‘ખાસ’ દીવા 11 કરોડ પરિવારોમાં પ્રગટાવાશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિવરફ્રન્ટ ફરી એકવાર અમદાવાદીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે ફરી એકવાર શહેરીજનો રિવરફ્રન્ટની માણી મજા માણી શકશે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રિવરફ્રન્ટ શહેરીજનો માટે બંધ કરાયો હતો. રિવરફ્રન્ટમાં શહેરીજનોને ફરી એકવાર પરવાનગી મળતા શહેરીજનો વોકિંગ, રનિંગ, સાયકલિંગ, યોગા અને કસરત કરતા જોવા મળ્યા હતા. યુવાનો, વૃદ્ધો, બાળકો વહેલી સવારથી રિવરફ્રન્ટ વોક વે ખાતે કુદરતી વાતાવરણની મજા માણતા નજરે પડ્યા હતા. કોરોના સંક્રમણ વચ્ચે જનજીવન ફરી સામાન્ય બનતા દ્રશ્યો સામે આવ્યા હતા. 


કોરોના મહામારીમાં લોકો હવે ઘરે રહીને કંટાળ્યા છે, ત્યારે ધીરે ધીરે બધુ ખૂલી જતા હવે લોકોને પણ હાશકારો થઈ રહ્યો છે. રેસ્ટોરન્ટ્સ, હોટલ, જીમ બાદ હવે રિવરફ્રન્ટ પણ ખૂલતા લોકોને રાહત થઈ છે. અમદાવાદની વચ્ચે આવેલા રિવરફ્રન્ટ સોમવારથી ખુલ્લો મૂકાયો હતો. રિવરફ્રન્ટને જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. રિવરફ્રન્ટના બંન્ને કિનારે આવેલા લોઅર પ્રોમીનાડ શહેરીજનો માટે સોમવારથી ખુલ્લા મૂકાયા છે. જે લોકડાઉન સમયથી બંધ રાખવામાં આવ્યા હતા.