જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરની રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે એક યુવકની 45 લાખ રૂપિયાના સોના સાથે અટકાયત કરી છે. રીવરફ્રન્ટ પોલીસ વાહન ચેકીંગ કરતી હતી. તે સમયે એક એક્ટીવાચાલકને રોક્યો હતો. પોલીસે એકટીવાની ડેકી ચેક કરતા તેમાંથી દોઢ કિલો સોનું મળી આવ્યું હતું. સોનાને લઇને યુવકે પોલીસને સંતોષકારક જવાબ નહીં આપતાં તેમજ તેનું બીલ નહીં આપતાં તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે હાલ તેની અટક કરીને તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‌ક્રિસમસના તહેવારને ઊજવવા માટે યુવાવર્ગ દારૂની પાર્ટીનું આયોજન કરતા હોય છે. અને અનેક રીતે દારૂની બોટલો પણ લાવતા હોય છે. યુવાનોને રોકવા માટે પોલીસે શહેરમાં ખાસ પ્રકારનું ચેકીંગ શરૂ કર્યું છે. રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ ગઇ કાલે વાહન ચેકીંગ કરતી હતી. ત્યારે એક દેવલ શાહ નામનો યુવક એક્ટીવા લઇને પસાર થયો હતો. અને તેના એક્ટીવાની ડેકી ચેક કરી હતી. એકટીવાની ડેકીમાં પોલીસને 45 લાખ રૂપિયાનું દોઢ કિલો સોનું મળી આવ્યું હતું. પોલીસે દેવલની અટકયાત કરી હતી.


વધુમાં વાંચો...આ મામલે સુરત મનપા રાજ્યમાં સૌથી અગ્રેસર, શરૂ કરશે પાંચમો પ્રોજેક્ટ


પોલીસ દેવલની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. અને તેની સોનાના મામલે પૂછપરછ કરી હતી. દેવલે સોનું ક્યાંથી લાવ્યો છે અને કોને આપવા માટે જતો હતો તેનો કોઇ સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. દેવલ પાસે દોઢ કિલો સોનાનું બિલ પણ હતું નહીં, જેથી રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તેની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.