ઝી ન્યૂઝ/અમદાવાદ: અમદાવાદની શાન કહેવાતા સાબરમતી રિવરફ્રન્ટ પર હજુ વધુ કેટલાક આકર્ષણ આકાર પામવાના છે. જે શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે. રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન કેશવ વર્માએ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નવી યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેશવ વર્માએ કહ્યું કે રિવરફ્રન્ટને હેલ્થી હેબીટાટ બનાવવા પર ભાર મુકાશે. ઓપર જિમનેશિયલ અને યોગા ક્લાસ પણ શરૂ કરાશે.આર્મી અને NCC સાથે મળી રોઇંગ અને યોટ સહિતના આકર્ષણ ઉભા કરાશે. તો વર્ટિકલ વોલ પર રોક ક્લાઈમબિંગનું આકર્ષક ઉભું કરાશે. ચોમાસામાં મિયાવાકી પદ્ધતિથી વધુ 3 લાખ નવા વૃક્ષ ઉછેર કરવામાં આવશે અને હેરિટેજ સહિતના વધુ 2 નવા પાર્ક ઉભા કરવામાં આવશે. કેશવ વર્માએ કહ્યું, કે અમે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને વિશ્વ સ્તરનો બનાવવા માંગીએ છીએ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube