ઝી બ્યુરો/અમદાવાદ: કાગડાપીઠ વિસ્તારમાં થયેલી લૂંટ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. જવેલર્સને ત્યાં કામ કરતા યુવકે લૂંટનો પ્લાન ઘડ્યો, જેમાં પોલીસ પુત્ર પણ સામેલ થયો હતો. લૂંટના મુદ્દામાલ સાથે ફાયર થાય તે પહેલા જ પોલીસે મુખ્ય આરોપી અને પોલીસ પુત્ર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર; મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા તૈયાર રહેજો!


અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં શનિવારના રોજ થયેલ લૂંટમાં કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. જવેલર્સના ત્યાં કામ કરતા કોલેજીયન યુવકે લૂંટનો પ્લાન ઘડ્યો અને પોલીસ પુત્ર મિત્રને પણ આ લૂંટના ગુનામાં સામેલ કર્યો હતો. ધરમ ઠક્કર નામના જ્વેલર્સ કર્મચારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ આપ્યો હતો કે તેને કેટલાક ઈસમોએ માર મારી તેની સાથે લૂંટ કરી છે.


ગુજરાતમાં ચોમાસું જામ્યું! ખંભાળિયામાં આભ ફાટતા 5 ઈંચથી વધુ વરસાદ, ભાણવડમાં 2.5 ઇંચ


ઘટનાની જાણ થતા જ કાગડાપીઠ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળ ના સીસીટીવી ફૂટેજ જોતા જ ધરમ પોલીસની શંકામાં ઘેરાયો હતો. લૂંટ થઇ તેવા પુરાવા ન મળતા પોલીસ પૂછપરછ કરી અને ધરમ હકીકત ઓકી ગયો હતો. પોલીસ પુત્ર એવા કેશવ ત્રિપાઠી અને હર્ષ ચંદેલની પણ પોલીસે રૂ 85 લાખના મુદ્દમાલ સાથે ધરપકડ કરી છે.


12 દિવસમાં 1200 કરોડની કમાણી...પછી પાટિયા પડવાનું શરૂ! CMના પરિવારને મોટું નુકસાન


ધરમ ઠક્કર અશરફ જ્વેલર્સમાં છેલ્લા એક વર્ષથી કામ કરતો હતો અને વાસણા ખાતે રહે છે. ધર્મ અને તેના મિત્ર કેશવ અને હર્ષ કોલેજમાં સાથે ભણતા હતા. ધરમ દ્વારા એક મહિના પહેલા આ લૂંટનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જયારે તે ફોન કરે ત્યારે આવી જવું તેમ કહી આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. શનિવારના રોજ પોલીસ પુત્ર કેશવ ત્રિપાઠી અને હર્ષ ચંદેલને બોલાવ્યા અને લૂંટ થયાનું નાટક રચ્યું. 


સરકારી નોકરીની શોધમાં છો? તો આ બેંકોમાં છે બમ્પર ભરતી, અહીં કરો ફટાફટ અરજી


પોલીસની તપાસમાં લૂંટનું નાટક ન ચાલ્યું. કેશવ ત્રિપાઠીના પિતા અમદાવાદમાં પોલીસ કર્મચારી છે. મુખ્ય આરોપી અને જવેલર્સ કર્મચારી ધરમ ઠક્કર દ્વારા હર્ષ અને કેશવને લૂંટની રકમ પણ કહેવામાં આવી નહોતી. માત્ર એક એક લાખ રૂપિયા મળશે તેવું કહી બંનેને લૂંટના નાટકમાં સામેલ કરવામાં આવ્યા હતા. કોલેજમાં ભણતા અને મોજ શોખ માટે ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવવા માટે લૂંટનું તરકટ રહ્યું હતું. તો પોલીસ પુત્ર પણ પૈસાની ઘેલછામાં મિત્રના મનસૂબા સાથે સામલે થઇ ગયો. હાલ તો પોલીસે ત્રણેય આરોપી મિત્રોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.